Skip to main content

વિરોધ:ટીપી સ્કીમ રદ્દ ન થાય તો જૂનાગઢ અને ગીર સોમનાથના એક લાખ ખેડૂત પરિવારો મતદાનનો બહિષ્કાર કરશે

જૂનાગઢની ટીપી સ્કિમ રદ નહિ થાય તો 2 જિલ્લાના 1 લાખ ખેડૂત પરિવારો મતદાનનો બહિષ્કાર કરશે. આ અંગે ભારતિય કિસાન સંઘના સંયોજક મનસુખ પટોળીયાએ જણાવ્યું છે કે,ઝાંઝરડામાં ધરાર લાગુ પડનાર ટીપી સ્કિમ નંબર 5 અને 7 રદ કરવાની માંગ છે. કારણ કે, આ ટીપી સ્કિમના કારણે ખેડૂતોને 40 ટકા જમીન કપાત થવા ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ પણ ભરવો પડશે. આ સામે અનેક વખત વાંધા, વચકા રજૂ કરાયા હતા. પરંતુ ખેડૂતોની રજૂઆત સરકાર સુધી ન પહોંચે તે માટે જૂડાના અધિકારીઓએ ટીપી સ્કિમ સામે કોઇ વાંધો નથી તેમ બતાવવા તેની ઓનલાઇન ડેટા એન્ટ્રી જ કરી નથી. આ અંગે રજૂઆત બાદ સીએમએ આદેશ કર્યો તેમ છતાં ઓનલાઇન ડેટા એન્ટ્રી કરાતી નથી. ખાસ કરીને અમુક બિલ્ડરોનો ડોળો કરોડો રૂપિયાની કિંમતી જમીન પર છે.ત્યારે ટીપી અને વિકાસના નામે આ સોનાની લગડી જેવી જમીન મેળવવા બિલ્ડરોએ કરોડો રૂપિયા આપી જૂનાગઢ મહાનગરપાલિકાની જૂડા કચેરીના અધિકારીઓ સાથે મળી ભ્રષ્ટાચાર કરી પ્લાન, નકશામાં ફેરફાર કરેલ છે. ત્યારે જૂડાના અધિકારીઓ સામે સીબીઆઇની તપાસ કરાવી ખેડૂતોને ન્યાય આપવા માંગ છે.જો સમયસર ઉકેલ નહિ આવે તો જૂનાગઢ જિલ્લાના ખેડૂત પરિવારો મતદાનનો બહિષ્કાર કરશે. જ્યારે ભારતિય કિસાન સંઘ, ગિર સોમનાથના ખેડૂત પરિવારો તેને ટેકો જાહેર કરશે. પરિણામે જૂનાગઢ અને ગિર સોમનાથના મળી 2 જિલ્લાના 1 લાખથી વધુ ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરશે. તંત્રનો પ્રયાસ આભ ફાટે ત્યારે થિગડા મારવા સમાન
હાલમાં મતદાન વધે તે માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરાઇ રહ્યા છે.આમાં સક્કરબાગની ટિકીટ પર, ઉપરકોટની ટિકીટ પર તેમજ ડોકટરોના પ્રિસ્ક્રિપશન પર 7 મેએ મતદાન કરવા અપીલ કરાય છે. જો મતદાનની નીશાની બતાવે તો શહેરની 45થી વધુ હોટેલ- રેસ્ટોરન્ટમાં 7 ટકા ડિસ્કાઉન્ટ અપાશે તેવું જણાવાય છે. પરંતુ જો ખેડૂતોને ન્યાય નહિ મળે અને 1 લાખ ખેડૂત પરિવારો મતદાનનો બહિષ્કાર કરશે તો તંત્રનો મતદાન વધારવાનો પ્રયાસ આભ ફાટે ત્યારે થિગડા મારવા સમાન બની રહેશે. > મનસુખ પટોળીયા, ભારતિય કિસાન સંઘ.


http://dlvr.it/T5z3sz

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n