Skip to main content

મતદાર જાગૃતિ અભિયાન:આણંદમાં 1 હજાર દિવડા પ્રગટાવી અપાયો "આણંદ કરશે મતદાન" નો સંદેશ

લોકસભાની સામાન્ય ચૂંટણી - 2024 અંતર્ગત આણંદ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત આજે આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 1000 દીપને પ્રગટાવીને ''આણંદ કરશે મતદાન" નો સંદેશ આપવામાં આવ્યો હતો. જેનો શુભારંભ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ દીપ પ્રગટાવી કર્યો હતો. સ્વીપ ના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીની રાહબરી હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આશા વર્કર, આઈ.સી.ડી.એસ.ની બહેનો અને વોલેન્ટિયર્સ જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, મતદારોમાં મતદાન કરવા બાબતે જાગૃતિ આવે તે માટે સ્વીપ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમ સમગ્ર જિલ્લામાં યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે આજે શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આશા વર્કર, આઈ.સી.ડી.એસ.ની બહેનો અને વોલેન્ટિયર્સ દ્વારા 1000 જેટલા દીવાઓ પ્રગટાવીને મતદાર જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો છે.


http://dlvr.it/T6Dddw

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6