Skip to main content

લશ્કરના નિવૃત જવાનનું સન્માન:24 વર્ષ દેશની સરહદો ઉપર સેવા આપી માદરે વતન આવેલા લશ્કરના જવાનનું ગામલોકોએ સન્માન કર્યું, ડીજે-ઢોલ સાથે શોભાયાત્રા કાઢી ઘરે લઈ ગયા

દેશની સરહદો અને દેશના નાગરિકો સુરક્ષિત રહે તેમાટે સરહદો ઉપર ભારતીય ભૂમિદળના અનેક જવાનો ખડેપગે ઉભા રહી દેશની રક્ષા કરવાની પોતાની ફરજ બજાવતા હોય છે. ત્યારે આવા લશ્કરના જવાન ફરજમાંથી નિવૃત્ત થઈ માદરે વતન આવે છે. ત્યારે ત્યાં ગામલોકો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે ત્યારે પરિવાર થી દુર રહી દેશની સુરક્ષા માટે આપેલા અમૂલ્ય યોગદાન અને એ માટે વેઠેલી અનેક તકલીફો અને દુઃખ કદાચ એ જવાન ભુલાવી દેતો હોય છે. શેષ જીવન પરિવાર સાથે રહી જીવવાનો આનંદ તેના હસતા ચહેરા ઉપર જોવા મળી જતો હોય છે. આવા જ એક ઘોઘંબા તાલુકાના નાનકડા ગામ લાબડાધરાનો યુવાન 24 વર્ષ પહેલાં ભારતીય ભૂમિદળમાં પસંદગી પામી દેશની રક્ષા માટેની તેની જવાબદારી પુરી કરી વતન પરત ફરતા તેનું ડીજે, ઢોલ સાથે ભવ્ય સ્વાગત ઘોઘંબામાં કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા કાઢી પુરા સન્માન સાથે એક લશ્કરના જવાનને છાજે તે રીતે ગામલોકો તેને ઘરે લઈ ગયા હતા. ત્યારે દેશભક્તિ ના ગીતો સાથે નીકળેલી શોભાયાત્રા નિહાળતા ઘોઘંબા નગર સહિત અનેક લોકોની છાતી આ જવાનની દેશસેવાને લઈ ગર્વથી ફૂલી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. લાબડાધરા ગામના રમણભાઈ રાઠવા 24 વર્ષથી ભારતીય ભૂમિદળમાં જવાન તરીકે દેશના અલગ અલગ રાજ્યોમાં ફરજ બજાવી રહ્યા હતા. તે ફરજ નિવૃત્ત થતા માદરે વતન આવતા ગામલોકો દ્વારા તેઓનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ઘોઘંબાની એસ.એચ.વરિયા હાઈસ્કુલમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કરી લશ્કરની ભરતીમાં પસંદગી પામતા ટ્રેઇનિંગ માટે ગયા હતા અને ત્યાર પછી સતત દેશના અલગ અલગ રાજ્યોમાં ફરજ બજાવી હતી. લાબડાધરા ગામના અને રાઠવા સમાજના લોકોએ ભેગા મળી રમણભાઈ રાઠવાને ખુલ્લી જીપમાં બેસાડી ઘોઘંબા નગર અને ત્યાંથી તેના ગામ સુધી શોભાયાત્રા કાઢી હતી. અનેક મહાનુભાવોએ જવાનને તેની સેવા માટે ફૂલહાર પહેરાવી અભિનંદન આપ્યા હતા. ત્યારે હર્ષ સાથે રમણભાઈએ તમામ યુવાનોને સખત પરિશ્રમ કરો અને દેશની સેવા કરવા લશ્કરમાં જોડાવાનો સંદેશો આપ્યો હતો.


http://dlvr.it/T4z38n

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6