Skip to main content

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ:પૂનમ માડમની સભામાં અને રેલીમાં ક્ષત્રિયો ધસી આવ્યા, કાળા વાવટા ફરકાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા, 100થી વધુ યુવાનોની અટકાયત

ક્ષત્રિય સમાજ વિશેના પુરૂષોતમ રૂપાલાનાં નિવેદનનાં કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ ફાટી નિકળ્યો છે. ભાજપની નેતાગીરીનાં અનેક પ્રયત્નો છતાં આ વિવાદ સમવાનું નામ લેતો નથી. ઉલ્ટાનો વિવાદ વકરતો જાય છે. ખાસ કરીને જામનગરમાં સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, જામજોધપૂર કાલાવડ નવાગામ ઘેડ બાદ ગતરોજ ધ્રોલમાં પૂનમબેનના રોડ શો અને સભામાં ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો. ધ્રોલમાં તો સભા સ્થળે ક્ષત્રિય યુવાનો ઘૂસી ગયા હતા અને 'રૂપાલા' હાય હાયના નારા લગાવ્યાં હતા. તેમજ પૂનમબેનની રેલીમાં પણ ક્ષત્રિય યુવાનો ધસી આવ્યાં હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી પોલીસે 100થી વધુ યુવાનોની અટકાયત કરી હતી. ગતરોજ સમગ્ર ધ્રોલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ક્ષત્રિયો ધસી આવ્યાં
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો રોડ શો અને સભા યોજાઈ હતી. આ રોડ શો દરમિયાન ધ્રોલના નગરના નાકા પાસે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમ છતાં ક્ષત્રિય સમાજના યુવકો સભા સ્થળે અને રેલીમાં ઘૂસી આવ્યાં હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ક્ષત્રિય યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન
ક્ષત્રિય યુવાનો ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની ગાડી સુધી પણ ધસી આવ્યાં હતા. આ રોડ શો દરમિયાન જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ગ્રામ્ય ડીવાયએસપી દેવધા, શહેર ડીવાયએસપી જે.વી ઝાલા, સહિત એલસીબી પોલીસ અને એસ ઓ જી ની ટીમો ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયેલી હતી છતાં ક્ષત્રિય યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પૂનમ માડમે પ્રતિમાને ફૂલહાર કરતાં ફૂલહારને તોડી નાખ્યું
ક્ષત્રિયો યુવાનો દ્વારા ઉગ્ર સૂત્રોચાર કરવામાં આવ્યાં હતા. 'ભાજપ હાય હાય', 'રૂપાલા હાય હાય', 'પૂનમબેન હાય હાય'ના નારા લગાવ્યાં હતા. તેમજ નગર નાકા ખાતે પૂનમબેન માડમ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને ધ્રોલમાં ઠાકોર સાહેબની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યાં હતા ત્યારે પણ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પૂનમબેન માડમે જે ફૂલહાર કર્યા હતા તેને તોડી નાખવામાં આવ્યાં હતા અને ત્યારબાદ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ધ્રોલ ઠાકોર સાહેબની પ્રતિમાને દૂધથી અભિષેક કર્યો હતો. કેબિનેટ મંત્રી સહિતના સભામાં હાજર હતા
ધ્રોલ ખાતે ભાજપની જાહેર સભા યોજાઈ રહી હતી, તે દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા સભામાં ધસી આવીને પણ ઉગ્ર સૂત્રોચાર સાથે કાળા વાવટા ફરકાવ્યાં હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધ્રોલ ખાતે પૂનમબેન માડમની જાહેર સભા યોજવામાં આવી હતી, જેમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા અને ધ્રોલ સંગઠનના તમામ હોદ્દેદારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધ્રોલ ઉપરાંત કાલાવડ, નવાગામ ઘેડ અને જામજોધપૂરમાં પણ ઉગ્ર વિરોધ
બે દિવસ પહેલા નવાગામ ઘેડ અને કાલાવડમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. નવાગામ ઘેડમાં તો ક્ષત્રિયાણીઓ રણચંડી બની હોય એવું જોવા મળ્યું હતું. ભાજપનાં બેનર પણ તોડી નાખ્યાં હતાં તેમજ ખુરસીઓ ઉલાળવામાં આવી હતી. કાલાવડ મુકામે પૂનમબેન માડમનો રોડ શો તેમજ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સભા યોજાઈ હતી. એમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો દ્વારા ઉગ્ર સુત્રોચાર કરી વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના લોકોએ 'ભાજપ હાય હાય' અને 'રૂપાલા હાય હાય' ના નારા લગાવી સભા તરફ આગળ વધી રહ્યા હતા અને ઉગ્ર સૂત્રધાર સાથે વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા. જોકે, ક્ષત્રિય યુવાનો સભાસ્થળે પહોંચે એ પહેલાં પોલીસે તેમને અટકાવ્યા હતા. જામજોધપુરમાં ઉગ્ર વિરોધ કર્યો
જામનગરના જામજોધપુર ટાઉન વિસ્તારમાં ભાજપ દ્વારા જામનગરનાં ઉમેદવાર પૂનમ માડમની રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો દોડી આવ્યા હતા અને 'ભાજપ હાય હાય'ના ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા, જેથી પોલીસે અનેક યુવકોની અટકાયત કરી હતી. જામનગર ઉપરાંત ગતરાત્રે રાજકોટમાં પણ વિરોધ પ્રદર્શન
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે રાજ્યભરમાં દિન પ્રતિદિન રોષ વધી રહ્યો છે. શહેરના કોઠારીયા રોડ ઉપર ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા. આ તકે યુવાનો દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલનના બેનર સાથે વિરોધ નોંધાયો હતો. જો કે, આ સમયે ત્યાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને 8 જેટલા યુવાનોની અટકાયત કરી હતી. જો કે, બાદમાં તેઓને છોડી મૂકવામાં આવ્યા હતા. રાજકોટમાં સાંજે વોર્ડ નંબર 16માં કોઠારીયા રોડ ઉપર ભાજપના કાર્યાલયનું ઉદ્દઘાટન હતું. આ તકે પુરુષોત્તમ રૂપાલા પણ ત્યાં ઉપસ્થિત રહેવાના હોવાથી ક્ષત્રિય અસ્મિતા આંદોલનના બેનર સાથે મોટી સંખ્યામાં યુવાનો ત્યાં પહોંચી ગયા હતા અને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા.


http://dlvr.it/T68RB1

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6