Skip to main content

મુંબઈની તરૂણીનો અમદાવાદમાં જીવ બચાવાયો:3 વર્ષથી ખાંસીથી પીડાતી, 6 મહિનાથી લોહી પડતું; ફેફસામાં ફસાયેલી કાનની બુટ્ટીને દૂરબીન ઉતારી કઢાઈ, કલર પણ બદલાઈ ગયો!

મુંબઈમાં પરિવાર સાથે રહેતી એક તરૂણી 3 વર્ષથી ખાંસીથી પીડાતી હતી. તેમાં પણ છેલ્લા 6 મહિનાથી તે ખાંસી લેતી તો સાથે લોહી નીકળતું. ડરેલા માતા-પિતાએ અનેક હોસ્પિટલમાં બતાવ્યું, પરંતુ કોઈ બીમારી પકડાતી ન હતી. આખરે પરિવાર અમદાવાદની એક હોસ્પિટલમાં આવ્યા. અહીં ડોક્ટરે તપાસ કરતાં બાળકીના ફેફસામાં કાનની બુટ્ટી ફસાઈ હોવાનું સામે આવ્યું. આખરે ડોક્ટરે ઓપરેશન કરીને બુટ્ટીને બહાર કાઢી હતી અને બાળકીને દર્દમાંથી મુક્તિ આપી હતી. બાળકી 3 વર્ષ પહેલાં બુટ્ટી ગળી ગઈ હતી પરંતુ મા-બાપના ડરના કારણે જાણ કરી ન હતી. બાળકીના જીવને લાંબે ગાળે જોખમ હતું
ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો.હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અમે બાળકીની સારવાર શરૂ કરી ત્યારે શરૂઆતથી જ કોઈ બહારની વસ્તુ બાળકીના શરીરમાં અટકી હોવાની શંકા હતી. દૂરબીન નાખીને તપાસતા અંદરથી બુટ્ટી મળી આવી હતી. બુટ્ટી કાઢવામાં સમય લાગ્યો હતો, કારણ કે ત્રણ વર્ષથી બુટ્ટી ફસાઈ હતી, જેથી બીજા પ્રયત્ને અમને સફળતા મળી હતી. ત્રણ વર્ષથી બુટ્ટી અંદર ફસાઈ હોવાથી તેનો કલર પણ બદલાઈ ગયો હતો અને તે કાળા કલરની થઈ ચૂકી હતી.જો બાળકીના શરીરમાંથી બુટ્ટી કાઢવામાં ના આવી હોત તો લાંબા ગાળે બાળકીના જીવનું જોખમ પણ રહેલું હતું. પરિવાર દીકરીની ખાંસીની બીમારીથી ચિંતિંત હતો
સુરેન્દ્રનગરમાં રહેતો શ્રમિક પરિવાર મુંબઈમાં કામ કરે છે. પતિ, પત્ની અને બાળકી મુંબઈમાં કામ કરતા હોવાથી કેટલાય સમયથી મુંબઈમાં રહે છે. શ્રમિક પરિવારની 13 વર્ષની બાળકીને છેલ્લા ત્રણ વર્ષથી ખાંસીથી પીડાતી હતી. માત્ર ખાંસી હોવાથી પરિવારે કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ, લાંબા સમય સુધી ખાંસી રહેતા પરિવાર દ્વારા દવા કરવામાં આવી હતી. જેની કોઈ અસર થતી ન હતી. છેલ્લા છ મહિનાથી બાળકીને ખાંસી સાથે લોહી પણ નીકળવા લાગ્યું હતું. જેથી પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. પરિવાર સુરેન્દ્રનગર સારવાર માટે આવ્યો
પરિવાર મૂળ સુરેન્દ્રનગરનો હોવાથી તેઓ ઓછા પૈસામાં સારવાર થાય તે અર્થે સુરેન્દ્રનગર આવ્યા હતા. સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં બાળકીની સારવાર કરાવી, પરંતુ કોઈ જ અસર ન થતાં બાળકીને સારવાર માટે અમદાવાદ લાવ્યા હતા.અમદાવાદમાં પણ બેથી ત્રણ અલગ અલગ ડોક્ટરને મળ્યા બાદ પણ ખાંસી મટતી ન હતી. જેથી પરિવાર હેલ્મેટ સર્કલ પાસે આવેલી ડિવાઇન ચાઈલ્ડ હોસ્પિટલ પહોંચ્યો હતો. હોસ્પિટલમાં ડો.હાર્દિક પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી અને સોનોગ્રાફી સહિતના રિપોર્ટ નીકાળવામાં આવ્યા હતા. શરીરમાં દૂરબીનથી શંકાસ્પદ વસ્તુ કાઢવામાં નિષ્ફળતા
રિપોર્ટ ચેક કરતાં બાળકીના ફેફસામાં કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાતી હતી. જેથી ડૉ.હાર્દિક પટેલ અને તેમના સાથી ડો. દેવાંગ સોલંકી તથા ડો. વરૂણ પટેલે સાથે મળીને બાળકીની સારવાર શરૂ કરી હતી. બાળકીને બેભાન કરીને તેના મોઢાના ભાગથી દૂરબીન શરીરમાં નાખવામાં આવ્યું હતું. ત્યારે બાળકીના એક ફેફસામાં કાળા કલરની કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાતી હતી, જેને ખેંચીને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.પરંતુ પ્રથમ વખતમાં સફળતા મળી ન હતી. પરિવારને ખબર ન હતી પરંતુ બાળકીએ હકીકત કહી
ડોક્ટરની ટીમ દ્વારા ફરીથી પ્રયત્ન કરીને અંદરથી કોઈ વસ્તુ બહાર કાઢવામાં આવી હતી. વસ્તુ બહાર કાઢીને તપાસતા કાનની બુટ્ટી હોવાનું જાણ થઈ હતી. ડોક્ટરે બાળકીના માતા-પિતાને આ અંગે પૂછ્યું તો તેમને કોઈ જાણકારી ન હતી, ત્યારબાદ બાળકીને પૂછ્યું તો બાળકીએ કહ્યું કે ત્રણ વર્ષ અગાઉ તે બુટ્ટી ગળી ગઈ હતી, પરંતુ માતા-પિતાને ડરના કારણે જાણ કરી નહોતી. બાળકના જીવના જોખમ સુધીની સમસ્યા થઈ શકે
ડો.હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, બાળકીના માતા-પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સારવાર કરાવવામાં પણ તેઓ અચકાયા હતા. પરંતુ અમારી ટીમે મળીને નક્કી કર્યું હતું કે, પરિવારને આર્થિક રીતે પણ મદદ કરવી જોઈએ. જેથી અમે બાળકીને શારીરિક અને આર્થિક બંને રીતે મદદ કરી હતી. અમારી અપીલ છે કે, આ બાળકી તો મોટી હતી, જેથી વધારે સમસ્યા થઈ ન હતી. પરંતુ પાંચ વર્ષ કે તેથી નાના બાળકો આ પ્રકારની કોઈ વસ્તુ ગળી જાય તો ઇમર્જન્સીની સ્થિતિ ઊભી થઈ શકે છે, તેથી નાના બાળક પાસેથી આ પ્રકારની નાની વસ્તુઓ દૂર રાખવી. જો સતત ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરી સારવાર કરાવવી જોઈએ, નહીં તો બાળકના જીવના જોખમ સુધીની સમસ્યા થઈ શકે છે.


http://dlvr.it/T6C1L9

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6