Skip to main content

બે ગુજરાતી ભેજાબાજ ભાઈનું ચીટિંગ:જીઓ માર્ટથી 5 મહિનામાં 104 કરોડના ઓર્ડર કરી કેન્સલ કર્યા, રિવોર્ડ પોઈન્ટ મેળવી રૂ.2 કરોડના ગોલ્ડ કોઈન ખરીદ્યા, સાયબર ક્રાઇમે ઝડપ્યા

બે પિતરાઈ ભાઈઓએ જીઓ માર્ટ એપ્લિકેશનમાં ઓનલાઈન ઓર્ડર કેન્સલ કરીને રૂ.2 કરોડના ગોલ્ડ કોઈન ખરીદ્યા. માસ્ટર માઈન્ડ આરોપીઓએ ચતુરાઈપૂર્વક પ્લાન ઘડીને ઠગાઈનો પ્લાન રચ્યો હતો અને પૈસા પડાવ્યા હતા. જોકે, આખુ રેકેટ સામે આવ્યા બાદ પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને મોબાઈલ સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઓર્ડર કેન્સલ કરીને રિવોર્ડ પોઈન્ટથી ગોલ્ડ કોઈન ખરીદતા
જીઓમાર્ટ પરથી ઓનલાઈન ઓર્ડર કરીને ખોટું સરનામું આપતા અને ત્યારબાદ ડિલિવરી થાય તેની પહેલા જ ઓર્ડર કેન્સલ કરી દેતા હતા. ઓર્ડરનું જે પણ પેમેન્ટ હોય તેમાં કેશ ઓન ડિલિવરી અથવા તો એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરવામાં આવતું હતું. બાદમાં ડિલિવરી પહેલા ઓર્ડર કેન્સલ કરાવવાથી ઓર્ડર માટે ચૂકવેલા રૂપિયા પણ પાછા મળી જતા ઉપરાંત બેન્ક તરફથી રિવોર્ડ પોઇન્ટ મળતા હતા, જે પોઈન્ટના રૂપિયાથી બીજી શોપિંગ વેબસાઈટથી ગોલ્ડ કોઈનની ખરીદી કરતા હતા. આખુ રેકેટ સામે આવ્યા બાદ પોલીસે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે અને મોબાઈલ સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. 8 મહિનામાં 104 કરોડથી વધુનો ઓર્ડર કેન્સલ કર્યો
જીઓ શોપિંગ એપ્લિકેશન પરથી 104 કરોડથી વધુનો ઓનલાઈન ઓર્ડર કરીને તે ઓર્ડર કેન્સલ કરીને કંપની સાથે રૂ.1.04 કરોડની ઠગાઈ કરનાર બે પિતરાઈ ભાઈને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યા છે. આરોપી અમિતકુમાર કારીયા (ઉ.વ.40, રહે. ગીર-સોમનાથ) અને ભાવિન જીવાણી (ઉ.વ.31, રહે.વડોદરા) બંને છેલ્લા 8 મહિનાથી આ ગુનાહિત પ્રવૃતિ કરતા હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે. ગોલ્ડ કોઈનની ડિલિવરી મિત્રોના ઘરે કરાવતા હતા
આરોપીઓ પાસેથી જુદી-જુદી કંપનીના 36 સીમકાર્ડ, 12 મોબાઈલ, લેપટોપ, રાઉટર સહિત કુલ રૂ.43 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન એક જીઓ માર્ટ એપ્લિકેશન તથા એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ મારફતે ઓનલાઈન ઓર્ડર કરીને ડિલિવરી થાય તે પહેલા ઓર્ડર કેન્સલ કરાવી નાખીને રિવોર્ડ પોઈન્ટથી ગીફ્ટ કાર્ડની ખરીદી કરીને બીજી શોપિંગ વેબસાઈટ થકી ગોલ્ડ કોઈનની ખરીદી કરીને તેમના સંબંધી તેમજ મિત્રોના ઘર પર ગોલ્ડ કોઈનની ડિલિવરી મંગાવી લેતા હોવાનું જણાવ્યું હતુ. મુખ્ય આરોપી અગાઉ ક્રેડિટ કાર્ડમાં નોકરી કરતો
આરોપીઓએ સપ્ટેમ્બરથી જાન્યુઆરી સુધીમાં જ આ કંપનીના શોપિંગ માર્ટમાં 104 કરોડ રૂપિયાનો ઓર્ડર કર્યો હતો અને બાદમાં કેન્સલ કરી દેતા હતા. આરોપી અમિત બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો હતો, જ્યારે આરોપી ભાવિન એમ.કોમ. સુધીનો અભ્યાસ કરેલો હતો. મુખ્ય આરોપી અમિત ક્રેડિટ કાર્ડમાં અગાઉ નોકરી કરતો હોવાથી તે તમામ બાબતોનો જાણકાર હતો. જેને લઈને ઠગાઈ કરવાનો સમગ્ર પ્લાન ઘડ્યો હતો.


http://dlvr.it/T661f3

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6