Skip to main content

ભાસ્કર એક્સકલુઝિવ:પરીક્ષામાં ગેરહાજર 800 વિદ્યાર્થીને લીધે 8 હજાર વિદ્યાર્થીઓનાં પરિણામો અટકી ગયાં

એનઇપી પ્રમાણે લેવામાં આવેલી પરીક્ષાના 4 મહિને પણ પરિણામ આપી શકાયા નથી. યુનિવર્સિટીની 7 ફેકલ્ટી જયાં એનઇપીનો અમલ કરાયો છે. 7 ફેકલ્ટીમાં ઇન્ટરનલ પરીક્ષામાં ગેરહાજર રહેલા અંદાજીત 800 જેટલા વિદ્યાર્થીઓના પગલે 8 હજાર વિદ્યાર્થીઓના પરિણામો અટકી ગયા છે. ઇન્ટર્નલ પરીક્ષાને પગલે પરિણામનું કોકડું ગૂંચવાઇ ગયું હોવાની ઘટનાને પગલે યુનિવર્સિટી સત્તાધીશો પણ નિર્ણય લઇ
શકતા નથી. મ.સ.યુનિ.માં દરેક ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં નવી એજ્યુકેશન પોલિસીનો અમલ કરવામાં આવ્યો છે. એનઇપી પ્રમાણે જ પ્રથમ વર્ષનું સત્ર શરૂ કરવામાં આવ્યું હતું. જેની પરીક્ષા વિવિધ ફેકલ્ટીઓ દ્વારા ડિસેમ્બર-જાન્યુઆરીમાં લેવામાં આવી હતી. જોકે પ્રથમ સેમિસ્ટરનું પરિણામ 4 મહિના વીતી ગયા પછી પણ જાહેર કરી શકાયું નથી. એનઇપીના નિયમ પ્રમાણ ઇન્ટર્નલ પરીક્ષા અને એક્સટર્નલ પરીક્ષા 50-50 માર્કની હોય છે. જો ઇન્ટર્નલ પરીક્ષામાં વિદ્યાર્થી ગેરહાજર હોય તો તેની ફરીથી ઇન્ટર્નલ પરીક્ષા લેવી પડી છે. ફેકલ્ટીઓ દ્વારા ફરીથી પરીક્ષા લેવામાં આવી હોવા છતાં પણ અમુક વિદ્યાર્થીની ગેરહાજરીને કારણે ઇન્ટર્નલના માર્ક મૂકી શકાયા નથી. 4 મહિના વીતી ગયા હોવા છતાં પણ કોમર્સ, આર્ટસ, સાયન્સ, પર્ફોર્મિંગ આર્ટસ, ફાઇન આર્ટસ, હોમ સાયન્સ, લો, સોશિયલ વર્ક સહિતની ફેકલ્ટીમાં એફવાયના પ્રથમ સેમિસ્ટરનાં પરિણામો જાહેર કરી શકાયાં નથી. વિવિધ ફેકલ્ટીમાં લેવામાં આવેલી ઇન્ટર્નલ પરીક્ષામાં જે વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા તેઓ માટે બે વાર એરીયર ટેસ્ટ લેવાયો હતો. છતાં પણ ઘણા વિદ્યાર્થી એરીયર ટેસ્ટમાં પણ હાજર રહ્યા નહોતા. ઇન્ટરનલ પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીની સંખ્યા 800 છે જેને પગલે 8 હજાર વિદ્યાર્થીના પરિણામો અટક્યા છે. અમુક ફેકલ્ટીના ડીને વિભાગીય વડાને પરીક્ષામાં ઝીરો માર્ક મૂકવા સૂચના આપી હતી. જોકે હેડે તેમ કરવાની ના પાડી હોવાનું જાણવા મળ્યું છે. બીજું સેમિસ્ટર શરૂ થયા બાદ પરિણામ જાહેર થયું નથી. ​​​​​​​


http://dlvr.it/T64HLc

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6