Skip to main content

વડોદરા ક્રાઇમ ન્યૂઝ:છાણી વિસ્તારમાં રહેતા યુવકે લગ્નની લાલચ આપીને યુવતીને પાવાગઢની હોટેલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું

વડોદરા છાણી વિસ્તારમાં લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા 17 વર્ષીય સગીર ભરૂચ કોલેજ જવા માટે નીકળ્યા બાદ સાંજે પરત ન ફરતા પરિવારે અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત વડોદરા SOG પોલીસે જે.પી. રોડ પોલીસ સ્ટેશનની હદમાંથી 45 કિલો ગૌવંશ માંસ ઝડપી પાડ્યું છે અને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ કરી છે. યુવતી પર દુષ્કર્મ આચર્યું
શહેરના છાણી વિસ્તારની રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી 25 વર્ષીય યુવતીને તેના જ વિસ્તારમાં રહેતા અજય દેવા અલગોતર સાથે વર્ષ- 2017માં આંખો મળી જતા પ્રેમ પ્રાંગર્યો હતો. પહેલા યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને સંબંધ બાંધ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા. જેથી, યુવક તેને ફરવાના બહાને પાવાગઢ ખાતે લઇ ગયો હતો અને ત્યાં હોટલમાં એક રૂમ ભાડે રાખી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. ​​​​​​​ત્યારબાદ યુવકે યુવતીના ભાડાના મકાનમાં તથા સયાજીગંજ હોસ્પિટલની એક હોટલમાં લઇ જઇને બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો પરંતુ, છેલ્લા કેટલાક સમયથી યુવતી યુવકને લગ્ન કરવા માટે જણાવ્યું હતું પરંતુ યુવક કોઇને કોઇ બહાનું કાઢીને વાત પલટાવી દેતો હતો. જેથી વારંવાર શરીર સંબંધ બાંધતો હોવા છતાં તેની સાથે લગ્ન કરતો ન હોય યુવતીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે યુવતીનું મેડિકલ કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે. મકરપુરામાં રહેતા 17 વર્ષીય સગીરનું અપહરણ
શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા 17 વર્ષીય સગીર યુવક ભરૂચ ખાતેની કોલેજમાં એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. રોજ સગીર કોલેજમાં જવા માટે અપડાઉન કરતો હોવાથી સવારે 8 વાગ્યે ઘરેથી નીકળતો હતો અને કોલેજ પતી ગયા બાદ સાંજના સમયે ઘરે પરત આવી જતો હતો પરંતુ, 24 એપ્રિલના રોજ સગીર ઘરેથી ભરૂચ કોલેજમાં જવાનો નીકળ્યો હતો. સાંજના સમયે ઘરે પરત ફર્યો હતો. જેથી, પરિવારના સભ્યોએ સગીરની વડોદરા તથા ભરૂચ ખાતે શોધખોળ કરવા છતાં તેનો કોઇ પતો લાગ્યો ન હતો. જેથી, પરિવારના સભ્યો મકરપુરા પોલીસ સ્ટેશનમાં દીકરાનું અપહરણની ફરિયાદ નોંધાવી હતી. મકરપુરા પોલીસે સગીરની શોધખોળ શરૂ કરી છે. 45 કિલો ​​​​​​​ગૌમાંસ ઝડપાયું
​​​​​​​વડોદરા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, તાંદલજા રોડ પર આવેલા જીઈબી સબ સ્ટેશનની સામે રોડની બાજુમાં ફુટપાથ ઉપર ઇદ્રીશભાઇ ઇસ્માઇલભાઇ કુરેશી ગૌવંશ માંસનું વેચાણ કરે છે, જેના આધારે બે પંચોને સાથે રાખી રેડ કરતા ગૌવંશ માસ આશરે 45 કિલો તથા વજનકાંટો, વજનીયા, લાકડાનો ટબ્બો, ધાતુનો છરો વગેરે સાધન સામગ્રી મળી આવી હતી, જેથી સ્થળ ઉપર એફ.એસ.એલ. અધિકારી અને વડોદરા મહાનગરપાલિકાના વેટેનરી ઓફીસરઓને બોલાવી પકડાયેલ શખસ પાસેથી મળી આવેલ ગૌવંશ માસનું પરીક્ષણ કરાવડાવ્યું હતું અને 11 હજારથી વધુની કિંમતનું 45 કિલો ગૌમાંસ સહિત 30,350 રૂપિયાના મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ અર્થે જે.પી.રોડ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવી છે અને ઇદ્રીશભાઇ ઇસ્માઇલભાઇ કુરેશી, (રહે.કાળી તલાવડી, મદીના મસ્જીદની સામે, એકતાનગર, તાંદલજા, વડોદરા)ની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


http://dlvr.it/T641yP

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp