Skip to main content

10 દિવસીય સમર કેમ્પ:બ્રહ્માકુમારીઝ દ્વારા મૂલ્ય વર્ધક 'બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિર' યોજાઈ

ભવિષ્યના મૂલ્યનિષ્ઠ ભારતના ઘડવૈયા એવા બાળકો માટે બ્રહ્માકુમારીઝ દ્વારા મૂલ્ય વર્ધક ‘બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિર’ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ સમર કેમ્પ આધ્યાત્મિક મૂલ્ય પર આધારિત હોવાથી એનું ઘણું જ મહત્વ વધી જાય છે. જે બાળકોમાંની હિંસક તેમજ અન્ય નકારાત્મક વૃત્તિઓને સમાપ્ત કરવાનું કાર્ય કરશે. મહેસાણામાં બાળકોના મૂલ્ય ઘડતર માટે જેલ રોડ પર સ્થિત બ્રહ્માકુમારીઝના પીસ પેલેસ ખાતે 10 દિવસીય ‘બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિર’ ના ઉદ્ઘાટન અવસર પર ઉક્ત ઉદગાર વ્યક્ત કરતા મહેસાણા જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ જેઠાભાઈ આઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “શાળાઓ તો બાળકોને માત્ર શિક્ષણ આપવાનું કાર્ય કરે છે, જ્યારે બાળકોમાં ધર્મ, આધ્યાત્મ, ત્યાગ, મુલ્યો શીખવવાનું કામ આવી સંસ્થાઓ કરી રહી છે. જે ખૂબ જ સરાહનીય છે.” એસ. આર. પટેલ એન્જીનીયરીંગ કોલેજ, ઊંઝાના પ્રિન્સીપાલ અમીબેન શાહે બાળકોને આધ્યાત્મિક સશક્ત બનાવતાં વ્હાલ સોયી ભાષામાં સમજાવ્યું હતું કે, “જેમ તમારા પિતા તમને પ્રેમ કરે છે અને એમને આપણે ગુડ મોર્નિંગ કરીએ છીએ તો પરમાત્મા પિતા પણ આપણને સૌને વ્હાલ કરે છે તો આપણે પણ રોજ એ પરમશકિતને સવારે ઉઠતાં જ ગુડ મોર્નિંગ કરીએ.” આ વાત સમજાવી એમણે બાળકોમાં સારા સંસ્કારોના સિંચનની ખુબ જ સરસ વાતો કરી. સમર કેમ્પના આયોજક અને બ્રહ્માકુમારીઝ, મહેસાણા ઉપક્ષેત્રના સંચાલિકા આદરણીય રાજયોગિની સરલાદીદીએ આશીવર્ચન આપતાં બાળકોને ધ્રુવ તારા સમાન ચમકવા કહ્યું કે, “જેમ આપ સૌને ધ્રુવ તારો જોવો ગમે છે એની ચમક આપ સૌને ગમે છે. તો આપણે પણ ધ્રુવની જેમ આપણા માત-પિતાના આજ્ઞાકારી, ગુણવાન અને તપસ્વી બની આ વિશ્વ ગગનમાં ધ્રુવ તારા સમાન ચમકવાનું લક્ષ્ય રાખવાનું છે.” મહેસાણાના વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા બ્રહ્માકુમારી કુસુમબેને પણ આ પ્રસંગે પોતાની શુભ પ્રેરણાઓ બાળકોને આપી. રાજયોગ શિક્ષિકા અને આ સમર કેમ્પના સંચાલનકર્તા બ્રહ્માકુમારી શિલ્પાબેને સમર કેમ્પના આયોજન વિશે સમજુતી આપતા જણાવ્યું કે, આ કેમ્પ દરમિયાન બાળકોને વિભિન્ન રચનાત્મક પ્રવૃત્તિઓ, મૂલ્યવર્ધક હરીફાઈઓ, આધ્યાત્મિક જાગૃતિ દ્વારા બાળકોને ગુણવાન અને શીલવાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 70 બાળકોએ આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી. સર્વ પ્રથમ સૌ બાળકોનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું. એક નાની કુમારિકાએ સુંદર સ્વાગત નૃત્ય રજુ કરી સૌના દિલ જીતી લીધા. ઉદ્ઘાટન કાર્યક્રમના અંતમાં પરમાત્મા પિતાનો દિવ્ય સંદેશ આપતા ફુગ્ગાઓ બાળકો અને મહેમાનો દ્વારા ઉડાડવામાં આવ્યા જેનાથી બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.


http://dlvr.it/T69yt5

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6