Skip to main content

પ્રિયંકા ગાંધી પ્રચાર માટે પ્રથમવાર ગુજરાતમાં:સુરતમાં હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા બાય રોડ ધરમપુર આવશે, અનંત પટેલને જીતાડવા જંગી જાહેર સભા સંબોધશે

લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા દેશમાં લોકોસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઈન્ડિયા ગઠબંધન અને NDA વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. વલસાડ લોકસભા બેઠક ઉપર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. ત્યારે આજે અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ધરમપુરમાં આવી રહ્યા છે. જ્યા આજે સભાને સંબોધન કરશે. ​​​​​​ જોકે, સુરતમાં હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા હવે બાય રોડ ધરમપુર આવશે. પ્રિયંકા ગાંધી પ્રથમવાર પ્રચાર માટે ગુજરાત આવી રહ્યાં છે
કોંગ્રેસના પ્રચાર માટે પ્રિયંકા ગાંધી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ આ અગાઉ ક્યારેય લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ગુજરાતમાં આવ્યા નથી. પ્રિયંકા ગાંધી કોંગ્રેસના વલસાડ બેઠક પરના ઉમેદવાર અનંત પટેલના પ્રચાર માટે આદિવાસી વિસ્તાર ધરમપુરમાં જાહેર સભાને સંબોધન કરશે. લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા સમગ્ર દેશમાં રાજકીય રંગ જામ્યો છે. લોકસભાની સામાન્ય ચૂંટણી સાત તબક્કામાં યોજાનાર છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મે ના રોજ મતદાન થશે. જેને લઈને કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો તેમજ ઉમેદવારો પ્રચારમાં જોડાયા છે. વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના પ્રચાર માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ધરમપુરના દરબાર ગઢમાં 27 એપ્રિલના રોજ મતદારોને સંબોધન કરવા અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને વધુમાં વધુ મત આપી વિજય બનાવવા મતદારોને અપીલ કરવા આવી રહ્યા છે. પ્રિયંકા ગાંધી ધરમપુરમાં વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસના કાર્યકરોની જંગી સભા સંબોધવા 27 એપ્રિલે આવશે. જેની જાણ કોંગ્રેસના અગ્રણીઓને અને કાર્યકરોને થતા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રિયંકા ગાંધીનો વલસાડ જિલ્લામાં પ્રથમ પ્રવાસ હોવાથી મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો પ્રિયંકા ગાંધીના સ્વાગતની તૈયારીમાં જોતરાય ગયા છે. પ્રિયંકા ગાંધીમાં સ્વ. ઇન્દિરા ગાંધીની પ્રતિકૃતિ દેખાતી હોવાથી વલસાડ લોકસભા બેઠકમાં આવતા વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક અને વાંસદા અને ડાંગ વિધાનસભા બેઠક ઉપરથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો મતદારો જંગી સભામાં પ્રિયંકા ગાંધીનું સ્વાગત કરવા આવશે.


http://dlvr.it/T64gcz

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6