Skip to main content

મતદાન જાગૃતિ:ગરમીમાં ઠંડુ પાણી પીવડાવી મતદાન જાગૃતિ સંદેશ

લોકોની તરસ છીપાવવાની સાથે સ્થાનિક સ્વયં સેવકો, તલાટી મંત્રી સહિતના કર્મચારી અવશ્ય મતદાન કરવા માટે કરી રહ્યા છે પ્રેરિત તાપમાનનો પારો ઉપર ચડતો જાય છે, ત્યારે આ ભારે ગરમીમાં લોકોને રાહત મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા માંગરોળના શીલ નજીક અને ખરેડા ફાટક પાસે પાણીના પરબ શરૂ કરવામાં કરવામાં આવ્યા છે. આ પાણીના પરબના માધ્યમથી લોકોની તરસ તો છીપાવવામાં આવી રહી છે. આ સાથે તંત્ર દ્વારા લોકોને તા.7મી મે અચૂક મતદાન કરવા માટે પણ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. માંગરોળના તાલુકા વિકાસ અધિકારી આર.વી. ઓડેદરાએ જણાવ્યુ કે, ભારે ગરમીમાં લોકો હાઈડ્રેટ રહે તે ખૂબ જરૂરી છે. આ માટે તંત્ર દ્વારા જુદા જુદા ગામડાઓને જોડતા માર્ગના સ્થળે પાણીના પરબ શરૂ કરવામાં આવ્યા છે. આ પાણીના પરબ એક રીતે વિશિષ્ટ પરબ બન્યા છે. અહીંયા લોકોને ઠંડુ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે. સાથે જ તા. 7 મી મેના રોજ અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક મતદાતા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જરૂરી સંદેશ આપવામાં આવી રહ્યો છે. આમ, હિતવેવથી બચવા માટે પાણી પીવું જરૂરી છે, સાથે જ લોકશાહીમાં મતદાન અવશ્ય કરવું જરૂરી છે.


http://dlvr.it/T64TL9

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6