Skip to main content

નિર્દોષતા સાબિત કરવામાં વિદ્યાર્થીઓ નાપાસ:GTUએ કોપીકેસના હિયરિંગ 135 સ્ટુડન્ટને પેનલ્ટી કરી, આ વર્ષે વ્યારા પોલીટેક્નિક પરીક્ષાકેન્દ્ર નહીં રહે

GTU દ્વારા લેવામાં આવેલી વિંટર- 2023માં કેટલાક વિદ્યાર્થીઓ કોપીકેસ કરતાં ઝડપાયાં હતાં. આ તમામ વિદ્યાર્થીઓને નિર્દોષ સાબિત કરવા માટે હિયરિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાં 135 જેટલા વિદ્યાર્થીઓને વિવિધ સ્તરની પેનલ્ટી કરવામાં આવી છે. આ ઉપરાંત વ્યારાની ગવર્નમેન્ટ પોલીટેક્નિકમાં એકસાથે 34 વિદ્યાર્થીઓ માસ કોપી કેસમાં ઝડપાયા હતા. તેથી આ ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટને આગામી વર્ષ 2024ના સમર અને વિન્ટરમાં લેવાનારી જીટીયુની પરીક્ષા કેન્દ્ર તરીકે પસંદગી કરવામાં આવશે નહી. સમર અને વિન્ટરમાં પરીક્ષાકેન્દ્ર નહી બનાવાય
જીટીયુ અફીલિએટેડ વ્યારાની ગવર્મેન્ટ પોલીટેક્નિકને વર્ષ 2024ની બન્ને પરીક્ષા માટે કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવશે નહીં, આ ઉપરાંત વર્ષ 2023 ના વિન્ટર માં લેવામાં આવેલી પરીક્ષામાં ફરજ પર હાજર સંબંધિત જુનિયર સુપરવાઈઝર, સિનિયર સુપરવાઈઝર, GTU કોઓર્ડિનેટર અને સેન્ટર ઈન્ચાર્જનું મહેનતાણું જપ્ત થઈ શકે છે. વ્યારાની ગવર્મેન્ટ પોલિટેક્નિકના 34 વિદ્યાર્થીઓ ઉપરાંત જીટીયુ હેઠળ અભ્યાસ કરતા અન્ય 101 એટલે કે કુલ 135 વિદ્યાર્થીઓને જુદા જુદા સ્તરની પેનલ્ટી કરવામાં આવી છે. કોઈ પેનલ્ટી ન લાગે તેવા 36 વિદ્યાર્થીઓ
જીટીયુની દર 2023ની પરીક્ષામાં કોપી કેસમાં પકડાયેલા કુલ 135 વિદ્યાર્થીઓમાંથી લેવલ-1ની પેનલ્ટી માં 24, લેવલ-2 માં 16, લેવલ-3 માં 57, લેવલ-4 માં 2 અને કોઈ પેનલ્ટી નહીં લાગે તેવા 36 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જીટીયુ દ્વારા વિવિધ સ્તરની પેનલ્ટીમાં વિદ્યાર્થીને વિવિધ પ્રકાર સજાને પાત્ર બનશે. લેવલ-1 : જીટીયુ દ્વારા હાથ ધરવામાં આવેલ ચાલુ સત્રની ઉનાળો અથવા શિયાળુ સત્રની પરીક્ષામાં સંબંધિત વિષયમાં વિદ્યાર્થીને ‘ફેલ’ તરીકે જાહેર કરવામાં આવશે. લેવલ-2 : ઓથોરિટી દ્વારા લેવાતી વર્તમાન સેમેસ્ટર પરીક્ષાના તમામ વિષયોનું પરિણામ રદ થશે. લેવલ-3 : વર્ષ 2023 ના ઉનાળુ/શિયાળાની પરીક્ષાના તમામ વિષયોનું પરિણામ રદ થશે અને જીટીયુ દ્વારા લેવાનારી આગામી વર્ષ 2024ની તમામ પરીક્ષાઓ ઉનાળા/શિયાળામાં બેસવા માટે પ્રતિબંધિત એટલેકે વિદ્યાર્થીઓનું 1 વર્ષ બગડશે લેવલ-4 : વર્તમાન સેમેસ્ટરનું પરિણામ રદ થશે અને આગામી 3 વર્ષ દરમિયાન જીટીયુ દ્વારા લેવાનારી ઉનાળા/શિયાળા માં પરીક્ષામાં બેસવા માટે પ્રતિબંધિત.


http://dlvr.it/T63hc7

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6