Skip to main content

યુવક પર હુમલો:વલસાડમાં યુવક સાથે ફળિયાની મહિલા વચ્ચે આડા સંબંધ હોવાની અફવા ન ઉડાવવા સમજાવવા જતા 4 યુવકોએ મારમાર્યો

વલસાડના કાંઠા વિસ્તારમાં રહેતા એક પરિવારના યુવકનું ફળિયામાં રહેતી એક મહિલા સાથે આડા સંબંધ હોવાની અફવા ફેલાવવામાં આવી હતી. જેને લઈને ફળીયાના 4 યુવકોને મહિલા માટે ખોટી અફવા ન ઉડાવવા સમજાવવા માટે એક યુવક ગયો હતો. તો તે યુવકને અન્ય ચાર યુવકોએ અપશબ્દો બોલી માર માર્યો હતો. જેથી આ યુવકો વિરૂદ્ધ ડુંગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં 31 વર્ષીય યુવક તેમના પરિવાર સાથે રહે છે. તાજેતરમાં સ્થાનિક યુવકે તે યુવકના ફળિયામાં રહેતી એક મહિલા સાથે આડા સંબંધ હોવાની ફળિયામાં અફવા ઉડાવી હતી. સ્થાનિક યુવક મહિલાના ઘરે જઈને તે યુવક સાથે તેના આડા સંબંધ હોવા અંગે સાંભળ્યું હતું. જેથી મહિલાએ યુવકને ફોન કરી ઘરે બોલાવી સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જેથી આ યુવકે તે યુવકને મહિલા સાથે આડા સંબંધ હોવા અંગે કેમ અફવા ઉડાવે છે તેમ પૂછતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ યુવક ત્યાંથી જતો રહ્યો હતો. થોડી વાર બાદ આ યુવક તે યુવકના ઘર પાસે આવે ગાળો આપવા લાગ્યો હતો. જોકે, તેણે કોઈ રિસ્પોન્સ ન આપતા યુવકો જતા રહ્યા હતા. જે બાદ યુવક ડુંગરી પોલીસ મથકે ફરિયાદ કરવા બાઈક ઉપર જઈ રહ્યો હતો. ત્યારે સ્કૂલ પાસે આ યુવક અને અન્ય ત્રણ મિત્રોએ તે યુવકને અટકાવી લાકડા વડે ફાટક મારી ઘાયલ કર્યો હતો. જેથી ઘાયલ થતા સ્થાનિક મહિલા મોપેડ ઉપર સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. સારવાર પૂર્ણ થતાં યુવકે ડુંગરી પોલીસ મથકે 4 યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી. ડુંગરી પોલીસે ફરિયાદ નોંધી આગળની તાપસ હાથ ધરી છે.


http://dlvr.it/T5zWj6

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6