Skip to main content

ટેકનિકલ ખામી:વિકાસ કમિશનરની ખાતરી છતાં પ્રેશા સોફ્ટવેર ચાલુ ન થયું

પ્રેશા સોફ્ટવેરમાં છેલ્લા 15 દિવસથી સર્જાયેલી ટેકનિકલ ખામીને લઈ મહેસાણા જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના કોન્ટ્રાક્ટરોના 15 કરોડથી વધુના બિલો લટકી પડ્યા છે. કોન્ટ્રાક્ટર એસોસીએશન દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત બાદ અપાયેલી ખાતરી પછી પણ મંગળવારે સોફ્ટવેરના ઠેકાણા પડ્યા ન હતા અને બિલો ન બનતાં જૈસે થેની પરિસ્થિતિ જોવા મળી હતી. સમગ્ર રાજ્યમાં પ્રેશા સોફ્ટવેરમાં 2023નો ડેટા નવા 2024ના વર્ષમાં અપડેટ થયો ન હોવાથી જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના કોન્ટ્રાક્ટર સહિત અન્ય વિભાગોના બિલો પણ છેલ્લા 20 દિવસથી નીકળતા ન હોવાથી તમામના કરોડોના બિલો લટકી પડ્યા છે. જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટરોએ 15 કરોડથી વધુના બિલો લટકી પડતાં ગાંધીનગર જઈ વિકાસ કમિશનરને રજૂઆત કરી હતી. જ્યાં તેમણે મંગળવાર સુધીમાં સોફ્ટવેરમાં સર્જાયેલી સમસ્યાનો ઉકેલ આવી જશે અને બિલો બનતાં થઈ જશેની ખાતરી આપી હતી. પરંતુ મંગળવારે પણ પ્રેશા સોફ્ટવેર કાર્યરત થયું ન હતું.


http://dlvr.it/T5wQBK

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6