Skip to main content

ચૈત્ર પુનમનો પવિત્ર દિવસ:હરસિધ્ધી શક્તિ પીઠ, લાડોલ ખાતે સુરતના ઉદ્યોગપતી ભક્તપરીવાર દ્વારા માઁ હરસિધ્ધીને રત્નજડિત મુગટ અર્પણ કરાયો

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ હરસિધ્ધી માતાજી મંદિરે ચૈત્ર પુનમના દિવસે માનવમહેરામણ ઊમટ્યું હતું. સંપુર્ણ દિવસ દરમ્યાન હજારો ભક્તો માતાજીના દર્શન માટે પધાર્યા હતા. ત્યારે વર્ષોથી દરવર્ષે ચૈત્ર પુનમ પર યજ્ઞ કરાવતા માતાજીના ભક્ત એવા બાબુભાઈ ગોપાળદાસ પટેલના સુપુત્રો તથા સુરતના ઉદ્યોગપતિ એવા કમલેશભાઈ પટેલ, રજનીભાઈ પટેલ, રાજેષભાઈ પટેલ (જગથ કન્સ્ટ્રકશન) દ્વારા પોતાનો સંકલ્પ પુર્ણ થતા મા હરસિધ્ધીને રત્નજડિત મુગટ અર્પણ કર્યો હતો. જે મુગટમાં જુદા જુદા રત્નો જેવા કે માણેક, પન્ના અને હીરા ઝડીને તૈયાર કરવામાં આવ્યો છે. મુગટ નકશી કામ અને સુંદર મીના કામ સાથે ખુબ જ સુંદર રીત તૈયાર કરી માઁ હરસિધ્ધીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહંત અશ્વિનભાઈ જાની દ્વારા પણ યજમાન પરીવારને આર્શીવાદ પાઠવવામાં આવ્યાં હતાં. 51 દિવાની મહાઆરતી સાથે માતાજીને મુગટ અર્પણ કરી ધામ-ધુમથી ભક્ત પરીવાર દ્વારા હરખ સાથે વાજતે ગાજતે માતાજીને મુગટ અર્પણ કરી દિવ્ય શ્રીંગાર કરવામાં આવ્યો હતો. એમ યુવા આચાર્ય વિશ્વાસભાઈ જાની દ્વારા જણાવવામાં આવ્યું છે.


http://dlvr.it/T5vq2R

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6