Skip to main content

પોસ્ટલ બેલેટથી મતદાન:લાલપુરમાં 128 કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા

જામનગર મા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે તા.7મી મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન પ્રક્રિયા યોજવામાં આવી છે. મતદાનના દિવસે મતદારો સુચારૂ રીતે મતદાન કરી શકે તે માટે ફરજ પર તૈનાત રહેનાર પોલીંગ સ્ટાફ દ્વારા સ્વામી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ ખાતે ઉભા કરવામાં આવેલ પોસ્ટલ બેલેટ મતદાન કેન્દ્ર ખાતે પ્રાંત અધિકારી અસવાર સહિત કુલ 128 અધિકારી તથા કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ થકી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની પવિત્ર અને નૈતિક ફરજ અદા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જામનગર સંસદીય મત વિસ્તારમાં ચૂંટણી સાથે સંકળાયેલા અન્ય વિસ્તારના મતદારો મતદાન કરવાથી વંચિત ન રહે તેમજ લોકશાહીના અવસરમાં સહભાગી બને તે માટે તાલીમની સાથે સાથે જ નિયત સ્થળોએ મતદાન કરી શકે તે પ્રકારેની તા.30 અને તા.1 મે સુધીની સુદ્રઢ વ્યવસ્થા પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી હતી.


http://dlvr.it/T6FjMT

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6