Skip to main content

વાતાવરણમાં પલટો આવ્યો:નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, કેરી અને ચીકુના પાકમાં નુકસાનની ભીતિ

નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ સહિત વાતાવરણમાં બદલાવની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે આજે વહેલી સવારથી નવસારી શહેર તેમજ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જેથી લોકોને ઠંડકનો અનુભવ થયો હતો. સાથે જ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે. વાંસદા તાલુકામાં આવેલા ઉપસળ વાંસદા ટાઉન સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. નવસારી શહેરમાં પણ અમી છાંટણા જોવા મળ્યા હતા. કેરી અને ચીકુના તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની શક્યતા જોવાઇ રહી છે. જિલ્લામાં આંબા ઉપર રહેલી કેરી હજુ અપરિપકવ છે. ત્યારે વાતાવરણમાં આવેલા બદલાવને કારણે આંબા પર રહેલી કેરીને નુકસાન થવાની સંભાવના જોવામાં આવી રહી છે. પહેલો ફાળ માર્કેટમાં વેચાણ માટે આવ્યાં બાદ એકાએક વેપારીઓએ આંબા પરથી કેરી બેડવાનું માંડી વાળ્યું હતું, વાતાવરણમાં આવેલા બદલાવ સાથે જો માવઠું આવે તો ખેડૂતોને બમણી મુશ્કેલી ઊભી થઈ શકે છે.


http://dlvr.it/T626tf

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6