Skip to main content

તંત્ર નિદ્રાંધિન:નર્મદા પાઇપલાઇનમાં ફલો મીટર હજુપણ મૂકાયું નથી

પાણી પુરવઠા બોર્ડ અને પાલિકા તંત્ર દ્વારા પાણીની પાઇપ લાઇનમાં હજુસુધી ફલો મીટર મૂકવામાં આવ્યું નથી, જેને કારણે કેટલા એમએલડી પાણી મળ્યું તે જાણી શકાતું નથી. પોરબંદર છાયા પાલિકા વિસ્તારમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાનું પાણી દરરોજ આપવામાં આવે છે. ફોદાળા, ખંભાળા ડેમ અને નર્મદાનું પાણી પાઇપ લાઈન મારફત પાલિકાને આપવામાં આવે છે. પાલિકા તંત્ર કહે છેકે,પાણી પુરવઠા વિભાગ દ્વારા જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવતું નથી. જ્યારે પાણી પુરવઠા બોર્ડના અધિકારી કહે છે કે, દરરોજનું ચોક્કસ આંકડા મુજબનું જરૂરિયાત જેટલું એમએલડી પાણી આપવામાં આવે છે. મહત્વની વાત એ છે કે, મુખ્ય પાઇપલાઇનમાં આંકડા દર્શાવતું મીટર મૂકવામાં આવ્યું ન હોવાથી બન્ને વિભાગ એક બીજા પર દોષારોપણ કરે છે. ગત માસે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાઇપલાઇન ખાતે ફલો મીટર મૂકવામાં આવ્યું હતું. પરંતુ એરર આવતા આખરે આ મીટર રીપ્લેશ કરવામાં આવ્યું હતું જેને 1 માસનો સમય વીત્યો છતાં મીટર મૂકવામાં આવ્યું નથી તો બીજીતરફ પાલિકા તંત્રએ પણ ફલો મીટર લેવાની તૈયારી બતાવી બજેટમાં પણ ઉલ્લેખ કર્યો હતો, હજુસુધી મીટર આવ્યું નથી. જો મીટર મૂકવામાં આવે તોજ પાણીના જથ્થા અંગેના સાચા આંકડા આવી શકે. બાકી હાલતો બન્ને વિભાગ એક બીજા પર દોષારોપણ કરી રહી છે અને પ્રજા પાણીનો પોકાર કરી રહી છે.


http://dlvr.it/T66Nnm

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6