Skip to main content

ગંદકીનું સામ્રાજ્ય:મોડાસાની મરિયમ પાર્ક સોસા. પાસે લોકોએ ગંદકીના ઢગ કર્યા

મોડાસા શહેરની મરિયમ પાર્ક સોસાયટીના નાકા પાસે થી પસાર થતાં ડુગરવાડા રોડ ઉપર જાહેરમાં લોકોએ રોકટોક વગર ગંદકીના ઢગ ખડકવાની શરૂ કરતાં આ વિસ્તારમાં લોકો ઘન કચરાના પોટલા બાંધીને જાહેર રસ્તા ઉપર ફેંકી જતાં હોવાની સ્થાનિકોની બૂમ ઉઠી છે. પરિણામે ગંદકી ખદબદી હોવાથી સ્થાનિકો અને ત્યાંથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. નગરપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતા લોકોને નોટિસ ફટકારીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માગણી ઉઠી છે. મોડાસા શહેરમાંથી પસાર થતાં ડુગરવારા રોડ ઉપર રેલવે ક્રોસિંગ પાસે અગાઉ પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોકો દ્વારા કરાયેલી ગંદકી મશીનરી દ્વારા દૂર કરાઇ હતી. ત્યારબાદ મરિયમ પાર્ક સોસાયટીના નાકા પાસેથી પસાર થતાં જાહેર રોડ ઉપર છેલ્લા કેટલાય સમયથી લોકો રોકટોક વગર ઘન કચરો ફેંકી જતાં હોવાની બૂમ ઉઠી છે. આ જાહેર જગ્યા ઉપર લોકો રાત્રે અને વહેલી સવારે ઘન કચરાના પોટલા ફેંકી જતાં હોવાથી ગંદકીના ઢગ ખડકાવાના શરૂ થયા છે. મોડાસિયા કડવા પાટીદાર સમાજના અને ડુગરવાડાના અગ્રણી ભીખાભાઈ પટેલે જણાવ્યું કે સાંજ સમયે વાતાવરણમાં એટલી હદે દુર્ગંધ ફેલાય છે કે ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. લોકો ઘન કચરાના પોટલા બાંધીને જાહેર રસ્તા ઉપર ફેંકી જતાં રોષ


http://dlvr.it/T61v1s

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6