Skip to main content

ક્ષત્રિય સમાજે રૂપાલા હાય હાયના નારા લગાવ્યા:કોઠારીયા રોડ પર ભાજપ કાર્યાલયના ઉદ્દઘાટનમાં નારેબાજી કરતાં ક્ષત્રિય સમાજના 8 યુવાનોની અટકાયત બાદ છૂટકારો

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે રાજ્યભરમાં દિન પ્રતિદિન રોષ વધી રહ્યો છે. શહેરના કોઠારીયા રોડ ઉપર ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા. આ તકે યુવાનો દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલનના બેનર સાથે વિરોધ નોંધાયો હતો. જો કે, આ સમયે ત્યાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને 8 જેટલા યુવાનોની અટકાયત કરી હતી. જો કે, બાદમાં તેઓને છોડી મૂકવામાં આવ્યા હતા. રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા
રાજકોટમાં આજે સાંજે વોર્ડ નંબર 16માં કોઠારીયા રોડ ઉપર ભાજપના કાર્યાલયનું ઉદ્દઘાટન હતું. આ તકે પુરુષોત્તમ રૂપાલા પણ ત્યાં ઉપસ્થિત રહેવાના હોવાથી ક્ષત્રિય અસ્મિતા આંદોલનના બેનર સાથે મોટી સંખ્યામાં યુવાનો ત્યાં પહોંચી ગયા હતા. અને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા. નારેબાજી કરતા ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલા સામેનો અમારો વિરોધ આજનો નથી. જ્યારથી રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે ત્યારથી સમાજ રોષમાં છે. અમે કોઈપણ પ્રશાસન કે રાજકારણીના વિરુદ્ધમાં જતા નથી અને સતત વિરોધ દર્શાવી રહ્યા છીએ. ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીશું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાએ નારી અસ્મિતા અંગે જે કાંઈ પણ ટિપ્પણી કરી છે તેની સામે ક્ષત્રિય અસ્મિતા આંદોલન ચાલી રહ્યું છે. જેથી તે બેનર સાથે યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. આ વખતે પોલીસે યુવાનોની અટકાયત કરી પરંતુ બાદમાં છોડી મૂકવામાં આવ્યા હતા. અમે ભાજપના મવડીઓ પાસે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માગણી મૂકી હતી. જો કે, તે માંગણી સ્વીકારવામાં આવી નથી. જેથી અમે ઘરે બેસવાના નથી. અમે આ વિરોધને મતદાનની તારીખ સુધી લઈ જશું અને લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીશું.


http://dlvr.it/T67rqK

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6