Skip to main content

વડોદરા ક્રાઇમ ન્યૂઝ:'મારા પતિ ક્યાં છે, તમારી સાથે રહીને ખોટા રસ્તે જાય છે', તેમ કહેતા મહિલાની છેડતી કરી, વ્યાજખોરના ત્રાસથી યુવકે ઝેર ગટગટાવ્યું

વડોદરા શહેરમાં 'મારા પતિ ક્યાં છે, તમારી સાથે રહીને ખોટા રસ્તે જાય છે', તેમ કહેતા એક શખસે મહિલાની છેડતી કરી હતી અને ત્રણ શખસે સાસુ-સસરા અને બનેવીને પટ્ટાથી માર માર્યો હતો. આ મામલે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છ. મહિલા સાથે છેડતી
વડોદરામાં રહેતી મહિલાએ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પતિ રાત્રે 8.30 વાગ્યા સુધી ઘરે ન આવ્યા નહોતા. જેથી રાત્રે 10 વાગ્યે હું તેમને શોધવા માટે નીકળી હતી. જ્યાં મારા પતિના મિત્ર વારીસ, અખીલેશ યાદવ અને દીપક યાદવ હાજર હતા. મારા પતિ અવારનવાર તેમની સાથે ફરવા અને દારૂ પીવા જતા હોય છે. જેથી મેં તેઓને કહ્યું હતું કે, મારા પતિ ક્યાં છે, ઘરે આવ્યા નથી. તમારી સાથે રહીને ખોટા રસ્તે જાય છે. આરોપીઓ જાતિ વિષયક અપશબ્દો બોલ્યા
જેથી ત્રણેય આરોપી મને ગાળો બોલવા લાગ્યા હતા અને જાતિ વિષયક અપશબ્દો પણ કહ્યા હતા. મારા સાસુ-સસરા આવતા તેમને પણ જાતિ વિષયક અપશબ્દો કહ્યા હતા અને મારા સાસુ-સસરાને પટ્ટા વડે માર માર્યો હતો અને દીપક યાદવે મારી છેડતી કરી હતી. મારા જીજાજી ત્યાં આવતા ત્રણેય આરોપીઓએ તેમને પટ્ટાથી માર્યા હતા. આ મામલે મેં ત્રણેય આરોપી સામે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વ્યાજખોરના ત્રાસથી દવા પીધી
વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા પિંકીબેન મલીકે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી અમજદ ઉર્ફે નનુ શરીફખાન પઠાણ (રહે. આલીયા રેસિડેન્સી, ગોરવા, વડોદરા હાલ રહે. ચિસ્તીયાનગર, છાણી જકાતનાકા)એ વગર લાયસન્સે ધીરધારનો ધંધો કરીને મારા પતિ જયભગવાન મલિકને ટુકડે ટુકડે 10 ટકાના વ્યાજે 5 લાખ રૂપિયા આપ્યા હતા, ત્યારબાદ આરોપીએ વ્યાજ દર 30 ટકા કરી નાખ્યો હતો અને 32 લાખ રૂપિયા બળજબરીથી કઢાવી લીધા હતા અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જેથી મારા પતિએ તેમના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી. આ મામલે મેં ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતા પર અત્યાચાર
મૂળ ઉત્તરપ્રદેશની અને વડોદરામાં રહેતી પરિણીતાને પતિ સાસુ, ત્રણેય નણંદોએ દહેજ બાબતે માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો. આ મામલે પતિ સાસુ, ત્રણેય નણંદો સામે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


http://dlvr.it/T6149C

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n