Skip to main content

મતદાર જાગૃતિ અભિયાન:રાણાવાવની મજીઠીયા ગર્લ્સ સ્કૂલ ખાતે મતદાન જાગૃતિને લઇ મહેંદી અને રંગોળી સ્પર્ધા યોજાઇ

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં આગામી દિવસોમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે આ મહાપર્વને ઉજવવા શાળા કોલેજની છાત્રાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાળાની છાત્રાઓએ મતદાર જાગૃતિને લઇ મહેંદી અને રંગોળી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર જોડાઇ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી કે. ડી. લાખાણીનાં માર્ગદર્શન હેઠળ સ્વીપના નોડલ ઓફિસર દ્વારા સ્વીપ કામગીરી અંર્તગત મતદાન જાગૃતિ અંગે રોજબરોજ અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને યુવા છાત્રો મતદાન માટે પ્રેરાય તે માટે શાળા-કોલેજોમાં વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ હોંશભેર જોડાઈ રહ્યા છે. સ્વીપના નોડલ ઓફિસરના જણાવ્યા અનુસાર, પોરબંદરના રાણાવાવની એમ.વી. મજીઠીયા ગર્લ્સ સ્કૂલ ખાતે મહેંદી અને રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીનિઓએ કલાત્મક ડિઝાઇન સાથે મતદાન અંગેના વિવિધ સ્લોગન બનાવી જનજાગૃતિની ખુશ્બુ ફેલાવી છે. રંગોળી અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરી ઉત્સાહભેર વિદ્યાર્થીઓ આ મતદાન જાગૃતિના કાર્યક્રમમાં જોડાયા હતા. મતદાન અંગે પણ વિદ્યાર્થીઓને સમજ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં આજની યુવા પેઢીએ ઉત્સાહભેર ભાગ લઈ મતદાન પર્વને શ્રેષ્ઠ પર્વ ગણાવ્યું છે. પોરબંદર જિલ્લામા મતદાર જાગૃતિને લઇ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિનું અભિયાન ચાલે છે.


http://dlvr.it/T4xmsN

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6