Skip to main content

સ્થાનિક લોકો દ્વારા નેશનલ હાઈવેનો વિરોધ:સોમનાથ-ભાવનગર હાઇવે પર મોરડીયા ગામ નજીક ઓવરબ્રિજમાંથી આવક જાવક માટે જગ્યા ના મુકાતા લોકોમાં આક્રોશ

સોમનાથ-ભાવનગર હાઇવે પર મોરડીયા ગામ નજીક સ્થાનિક લોકો દ્વારા નેશનલ હાઈવેનો વિરોધ કર્યો. ગામની વચ્ચેથી પસાર થતા નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજમાંથી આવક જાવક માટે જગ્યા ના મુકાતા વિરોધ નોંધાવ્યો હતો. ગીર સોમનાથમાં આકાર પામી રહેલો ફોરટેક હાઇવે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. ત્યારે સોમનાથ-ભાવનગર ફોરટેક હાઇવેનું કામ ચાલી રહ્યું છે. ત્યારે સુત્રાપાડાના મોરડીયા ગામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગામ લોકોનું કહેવુ છે કે, મોરડીયા ગામ રોડની બન્ને સાઈડ છે જેના કારણે રોડ નીચેથી અવર જવર થઇ શકે તે માટે રોડ નીચે જગ્યા બનાવી આપવામાં આવી છે. મતલબ કે નાનો ઓવરબ્રિજ બનાવવામાં આવે, પરંતુ ગામ લોકો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી ગામ લોકોની માગ ન સંતોષાતા ગામના લોકો દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કારની પણ ચીમકી ઉચારવામાં આવી છે. જો કે સવાલ એ છે કે ગામની બિલકુલ નજીક હાઇવે દ્વારા સોલાજ ગામના ફાટક પાસે ઓવરબ્રિજ બનાવ્યો છે. છતાં ગામ લોકો ગામની આંગણવાડી અને સ્કૂલ પાસે બ્રિજ બનાવની માગ કરી રહ્યાં છે. મોરડીયા ગામથી આશરે 200 મીટર દૂર અન્ય ઓવરબ્રિજ છે. હવે જોવું એ રહ્યું કે હાઇવે ઓથોરિટી ગામ લોકોની માગ સંતોષે કે કેમ.


http://dlvr.it/T5yp4w

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6