Skip to main content

સમુદ્રમાં સાગર સુરક્ષા કવચ મોકડ્રીલ યોજાઇ:ગીર સોમનાથના દરિયામાં સાત બોટો સાથે પકડાયા; આતંકવાદી પોલીસ-કોસ્ટ ગાર્ડ તથા અન્ય સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો

ગીર સોમનાથના દરિયાઈ સરહદની સુરક્ષાની ચકાસણી કરવા સાગર સુરક્ષા કવચ મોકડ્રીલ યોજાઈ હતી. તેમાં દરિયામાંથી 7 બોટો સાથે એતંકવાદીઓ ઝડપી લેવાયા હતા. બાદમાં આ મોકડ્રીલ હોવાનું જાહેર કરાયું હતું. આ ડ્રીલમાં પોલીસ ઉપરાંત કોસ્ટ ગાર્ડ તથા અન્ય સુરક્ષા એજન્સીઓ જોડાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાનો 100 કિ.મી.થી પણ વધારે સરહદી સાગર કિનારો હોઈ દરિયાઈ સરહદની સુરક્ષાની ચકાસણી માટે સાગરસુરક્ષા કવચ મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક, એલસીબી પોલીસ અધિકારી એ.બી. જાડેજા તથા સ્ટાફ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ. જે.એન. ગઢવી દરિયાઈ સરહદના તમામ પોલીસ થાણા અધિકારીઓ, સ્ટાફ, બંદર વિભાગ, ફીશરીઝ, કોસ્ટ ગાર્ડ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો હતો. સતત 48 કલાક સુધી આ સાગર સુરક્ષા કવચ ડ્રીલ યોજાઈ હતી. મળેલી બાતમીના પગલે દરિયામાંથી આતંકવાદી હુમલો કરવા આવી રહેલ 7 બોટો અને આતંકવાદી પકડી પાડવામાં આવેલ. બાદમાં આ મોકડ્રીલ હોવાનું જાહેર કરાયું હતું. દુરબીન, વાયરલેસ સેટ્સ, બેટરી, હથિયારો સાથેના જવાના ખડેપગે રહ્યાં હતાં. દરિયાઈ માર્ગે કોઈપણ આતંકવાદી કે ડ્રગ્સ હેરફેર કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિનો જડબેસલાક સજ્જડ સામનો કરી શકાય તે માટે દર છ માસ અંતરે મોકડ્રીલ યોજી ફરજ ઉપરના જવાનોની સતર્કતાની ચકાસણી કરવામાં આવે છે. આ સાગર સુરક્ષા કવચ મોકડ્રીલ પૂર્ણ થયાબાદ તેનું નિરીક્ષણ, ક્ષતિ, અપનાવવા જેવી પધ્ધતિઓનું અવલોકન કરાય છે.


http://dlvr.it/T65mnj

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6