Skip to main content

સિનીયર સીટીઝનોને હાશકારો:પાટણ જૂના ગંજમાં વીજ બીલ લેવાની કામગીરી પુનઃ શરૂ કરી દેવાતાં સિનીયર સીટીઝનોને હાશકારો

પાટણ શહેરના પશ્ચિમ વિસ્તારના લોકો પહેલા પોતાના વીજ વપરાશનું બિલ સીટી વનમાં પાવર હાઉસ ખાતે સરળતાથી ભરી શકતા હતા પરંતુ સીટી વન ની ઓફિસ પાવર હાઉસ ખાતે સદંતર બંધ કરીને હાઇવે વિસ્તારમાં લઈ જતા સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો અને સહી ઝુંબેશ હાથ ધરી પાવર હાઉસ ખાતે કાર્યરત સીટી વન ખાતે વીજ બિલના નાણા સ્વીકારવાનું કાઉન્ટર શરૂ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક લોકોની આ માંગને પણ યુજીવીસીએલ કંપની દ્વારા ફુગાવી દેવામાં આવતા પશ્ચિમ વિસ્તારના લોકો માટે જનાગંજ વિસ્તારમાં આવેલા અમરતકાકા કોમ્પ્લેક્ષના ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીઓ પાટણ વીજ બિલના નાણા ભરવા માટે આશીર્વાદરૂપ સમાન બની રહી હતી પરંતુ આ વીજ કંપનીની મંડળીનું ત્રણ વર્ષ પૂર્ણ થતા તેઓનું લાઇસન્સ રીન્યુ કરવામાં ન આવતા છેલ્લા એક મહિનાથી સિનિયર સિટીઝનો સહિત પશ્ચિમ વિસ્તારના લોકો વીજ બિલના નાણા ભરવા માટે ત્રાહિમામ પોકારી ઊઠયા હતા અને તેઓને ના છૂટકે આવી અસહ્ય પડી રહેલી ગરમીમાં હાઇવે વિસ્તાર તરફ જવાની ફરજ પડી હતી. ત્યારે દિવ્ય ભાસ્કર ડીઝીટલ માં સમાચાર પ્રસારિત કરતા યુ જી વી સી એલ કંપની દ્વારા વીજ મંડળી નું લાયસન્સ રીન્યુ કરી દેવામાં આવતા ફરીથી જુનાગજ વિસ્તારમાં વીજ બિલ લેવાનું શરૂ કરવામાં આવતા સિનિયર સિટીઝનો સહિતના લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો અને આ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી પાટણમાં કામ કરતા અશોકભાઈ પટેલ ની કુનેહ અને ઝડપના કારણે ગ્રાહકોને પણ સરળતાથી પોતાના વીજબિલના નાણા ભરવામાં સરળતા રહેતી હોવાનું ગ્રાહકે જણાવ્યું હતું. યુજીવીસીએલ ના કર્મચારીઓ ની ક્રેડિટ કો.ઓપ સોસાયટી ને વીજ બિલ સ્વીકારવા માટે યુજીવીસીએલ મેનેજમેનટ તરફથી વીજ બિલ સ્વીકારવા માટે ગ્રાહકો ને પડતી અગવડતા ને ધ્યાને રાખી તાત્કાલીક મંજૂરી આપી દેવામાં આવેલ છે. ત્યારે ચતુર્ભુજ બાગ ની પાસે આવેલ આ વીજ કલેક્શન સેન્ટર માં પાટણ શહેર-1, પાટણ શહેર-2 અને પાટણ ગ્રામ્ય ના વીજ બિલ સ્વીકારવામાં આવશે.તેમ જણાવ્યું હતું.


http://dlvr.it/T6Fj9y

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6