Skip to main content

AMTSની સુવિધા બાબતે લોકોની ફરિયાદ:બસ ઊભી ન રાખવી નહીં, વધુ સ્પીડે દોડાવવી, ડ્રાઇવરો અને કંડક્ટરોની ગેરવર્તણૂકની 3 વર્ષમાં લોકોએ 10,970 ફરિયાદ કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસો દ્વારા અકસ્માત કરવાની ઘટનામાં વધારો થયો છે, ત્યારે નાગરિકો દ્વારા પણ AMTS બસની સુવિધાઓ મામલે ફરિયાદ કરવામાં આવતી હોય છે. છેલ્લા ત્રણ વર્ષમાં 10,970 જેટલી ફરિયાદો નાગરિક દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટને કરવામાં આવી છે. બસના ડ્રાઇવરો દ્વારા બસ સ્ટેન્ડ ઉપર બસ ઉભી રાખવી નહીં વધુ સ્પીડમાં બસ ચલાવવી, ડ્રાઇવરો અને કંડક્ટરો દ્વારા ગેર વર્તણુક કરવી, બસ નું ટ્રાફિક સિગ્નલ ભંગ કરવો વગેરે જેવી નાની મોટી મળેલી ફરિયાદો દ્વારા સ્પષ્ટ જણાય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું પરિવહન સેવા પૂરી પાડતી AMTS બસનું યોગ્ય સંચાલન કરવામાં આવતું નથી. સુવિધા નહીં પરંતુ દુવિધા: વિપક્ષ
વિપક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, શહેરના નાગરિકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઓછા ખર્ચે પરિવહન સેવા શરૂ તો કરવામાં આવી છે, પરંતુ આ સુવિધા નહીં પરંતુ દુવિધા બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. વર્ષ 2019- 20થી લઈ અત્યાર સુધી ત્રણ વર્ષમાં નાગરિકો દ્વારા વિવિધ પ્રકારની 10,970 જેટલી ફરિયાદ કરવામાં આવી છે જે સ્પષ્ટ દર્શાવે છે કે પરિવહનની સુવિધા કથળી ગઈ છે. નાગરિકો દ્વારા કોર્ટમાં 323 જેટલા કેસ પણ કરવામાં આવ્યા છે. સત્તાધારી ભાજપ દ્વારા આ બસ સેવા રાજકીય પક્ષોના કાર્યક્રમમાં ભીડભીગી કરવા જ ઉપયોગમાં લેવામાં આવે છે. "મેનેજરની ભરતી કરવામાં આવતી નથી"
વધુમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકાર સત્તામાં છે પરંતુ છેલ્લા 15 વર્ષથી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ટ્રાન્સપોર્ટ મેનેજરની જગ્યા ઇન્ચાર્જથી ચલાવવામાં આવે છે. કોઈ કાયમી ટ્રાન્સપોર્ટ મેનેજરની ભરતી કરવામાં આવતી નથી આમ ભાજપ દ્વારા AMTS તરફ ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે બસ પરિવહનની સુવિધા દિવસોને દિવસે કથળી રહી છે.


http://dlvr.it/T5ySJq

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6