Skip to main content

સંત સમાજના ઇતિહાસમાં પહેલીવાર:અમદાવાદમાં SC-ST સમાજના 4 સંતને મહામંડલેશ્વરની પદવી અપાશે, 8 હજારથી વધુ સનાતન સમર્થકો હાજરી આપશે

સંત સમાજના ઇતિહાસમાં સૌપ્રથમ વાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના સંતોને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવશે. આજે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર એક સમારંભમાં ગુજરાતના ચાર સંતોને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવશે. અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા આ સમારંભ યોજવામાં આવ્યો છે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્રપુરીજી મહારાજ અને અખિલ ભારતીય અખાડા પરિષદ અને જુના અખાડા આંતરરાષ્ટ્રીય વાલીના જનરલ સેક્રેટરી મહંત હરિગીરીજી મહારાજ દ્વારા પટ્ટાભિષેક કરવામાં આવશે. નામાંકિત મહાનુભાવો હાજરી આપશે
ભારતીય સમાજમાં સમાનતા અને સામાજિક ન્યાય તરફની સીમાચિહ્નરૂપ પહેલ તરીકે, “સમતા મૂળક સમાજ કી સ્થાપના પ્રોજેક્ટ” વર્ષો જૂની પરંપરાઓમાં બદલાવ લાવવા માટેનું અતિમહત્વપૂર્ણ પગલુ ભરવામાં આવી રહ્યુ છે જેમાં રાષ્ટ્રીય બૌદ્ધિક સલાહકાર રાજેશ શુક્લાની આગેવાની હેઠળ રવિન્દ્ર પુરીજી મહારાજ, શ્રી હરિગિરીજી મહારાજ, અને સ્વામી નારાયણ ટ્રસ્ટના સ્વામી પુરુષોત્તમ શાસ્ત્રીજી, ગુજરાત, એ કે મિશ્રા, ચાણક્ય આઈએએસ એકેડમીના અધ્યક્ષ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના પત્ની સોનલ શાહ, પુત્ર જય શાહ, પૂર્વ DGP કમલ કુમાર ઓઝા, ભૂતપૂર્વ સંસદ સભ્ય અને ભાજપ ઉપાધ્યક્ષ અમર સાબલેજી, આર.એસ.એસ. વિચારક અને ભૂતપૂર્વ રાજ્યસભા સંસદ રાકેશ સિન્હાજી, વિશ્વ બ્રાહ્મણ પરિષદના અધ્યક્ષ ગૌરવ કુલકર્ણી સહિત નામાંકિત મહાનુભાવો આ પ્રસંગે હાજરી આપશે. 8 હજાર સનાતન સમર્થકો જોડાશે
પરિવર્તન સ્વીકારી, પ્રાચીન પરંપરાને પડકારી, સર્વસમાવેશકતા દ્વારા બધાને એકીકૃત કરી સમાજને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જતી આ પહેલનો હેતુ જાતિ આધારિત અવરોધોને દૂર કરી સમાનતાને પ્રોત્સાહન આપવાનો અને મંદિરોને અગાઉ પ્રાચીન કાળમાં પોતાના શિક્ષણ માટે પ્રખ્યાત એવા નાલંદા, તક્ષશિલા, કાશી અને હરિદ્વાર જેવા શિક્ષણ કેન્દ્રોની જેમ વિકસાવવાનો છે. બાબાસાહેબ આંબેડકરની સમાનતાના વિચારધારા પર આધારિત આ કાર્યક્રમ 30મી એપ્રિલના રોજ અમદાવાદના સોલામાં પ્રતિષ્ઠિત સાયન્સ સિટી ખાતે યોજાશે અને ભારતભરમાંથી આશરે 8000 સનાતન સમર્થકો હાજરી આપે એવી અપેક્ષા છે. અનેક સંતો મહામંડલેશ્વરની પદવી મેળવી ચૂક્યા
મહામંડલેશ્વરે શંકરાચાર્ય દ્વારા સ્થાપિત સ્વામીઓના દશનામી ક્રમના કેટલાક હિંદુ સાધુઓ દ્વારા ઉપયોગમાં લેવાતું શીર્ષક છે. મહામંડલેશ્વર શબ્દનો અર્થ થાય છે "મહાન અથવા અસંખ્ય મઠોમાં શ્રેષ્ઠ" અથવા "ધાર્મિક જિલ્લા અથવા પ્રાંતનો શ્રેષ્ઠ" કહેવાય છે. એક મહાન આધ્યાત્મિક વ્યક્તિત્વ તરીકે આ પદવી આપવામાં આવતી હોય છે. અનેક સંતો મહામંડલેશ્વરની પદવી મેળવી ચૂક્યા છે. અલગ-અલગ મઠોના શ્રેષ્ઠિ તરીકે મહામંડલેશ્વર કહેવાય છે.


http://dlvr.it/T6C1Vq

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6