Skip to main content

સાહેબ મિટિંગમાં છે:હવે તો ચૂંટણી પછી જ કુંભાણી કમલમમાં કંકુના કરી શકશે, કથીરિયાએ કેસરિયા કર્યા તો તેના કાકા જ રિસાયા

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી... કથીરિયા ભાજપમાં આવ્યા તો તેના કુમાર કાકા જ અટક્યા
આમ આદમી પાર્ટી છોડીને ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઈ ગયા છે. માનગઢ ચોક ખાતે રાખેલા કાર્યક્રમમાં સી.આર. પાટીલ પોતે હાજર રહ્યા પરંતુ સૌ કોઈની નજર સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણીને શોધી રહી હતી. અંતિમ ઘડીએ તેઓ પાટીલ સાથે તેઓ સ્ટેજ ઉપર આવશે તે બધાને આશા હતી. પરંતુ કાકા તો જબરા નીકળ્યા, પ્રદેશ પ્રમુખ અને અન્ય નેતાઓ તથા ધારાસભ્યો હાજર રહ્યા હતા. પરંતુ પોતે સ્ટેજ ઉપર હાજરી નોંધાવી નહીં. ગત વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ કથીરિયા અને કુમાર કાકા વચ્ચે સીધો જંગ થયો હતો અને આ દરમિયાન બન્ને વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી. કુમાર ભાઈ તો પોતાના મનનું કરવા માટે જાણીતા છે. ધારાસભ્ય કુમાર કાનાણી જા રોજ રાતે બેસવા માટે આવે છે અને ત્યાં જ અલ્પેશ અને ધાર્મિકનો ભાજપમાં પ્રવેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ તમામ લોકો હાજર રહ્યા પણ તેઓ જે સ્થળે રોજ હાજર હોય છે ત્યાં જ હાજર ન હતા. મંચ પર ઉપર પણ તેઓ ગેરહાજર રહ્યા.જેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. આખા કાર્યક્રમ દરમિયાન જો કોઈને સૌથી વધારે યાદ કરવામાં આવ્યા તો તે ધારાસભ્ય કુમાર કાનાણી હતા. કુંભાણીનો ભાજપ પ્રવેશ કેમ અટક્યો?
નિલેશ કુંભાણીના દિવસો સારા ચાલી રહ્યા નથી એવું લાગે છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયા બાદ ગુરૂવારના દિવસે ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાવાની વાત શરૂ થઈ હતી. પરંતુ પાર્ટીમાં ચર્ચા ચાલી કે આવા સમયે જો નિલેશ કુંભાણીને ભાજપમાં લેવામાં આવે તો પાર્ટીની છબિને નુકસાન થઈ શકે છે. તેથી ગુરૂવારના દિવસે ભાજપમાં જોડાવાનું રદ કરવામાં આવ્યું અને હવે જાણવા મળ્યું છે કે ઇલેક્શન બાદ જ નિલેશ કુંભાણીને ભાજપની કંઠી પહેરાવવામાં આવશે. ભાજપ દ્વારા શરૂઆતથી અંત સુધી આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું તેવી ચર્ચા મહોર ન લાગે તેના માટે નિલેશ કુંભાણીને અત્યારે પક્ષમાં લેવું નુકસાનકારક પુરવાર થઈ શકે છે. આ બાબતને સારી રીતે સમજીને નિલેશ કુંભાણીને કમલમની બહાર જ રાખવામાં આવ્યા છે. રૂપાલા સામે વિરોધથી ભાજપના ક્ષત્રિય નેતાઓ સૂડી વચ્ચે સોપારી
એક સમયે માત્ર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિયો હવે ભાજપના વિરોધમાં આગળ આવ્યા છે, ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા પક્ષની અંદર રહેલા ક્ષત્રિય ધારાસભ્યો, નેતાઓ પર સમાજને મનાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે, ભાજપે ક્ષત્રિય નેતાઓને ત્યાં સુધી કહી દીધું છે કે તમે પક્ષની અંદર આટલા સમય સુધી પદ અને પ્રતિષ્ઠા ભોગવી છે. તો હવે મુશ્કેલ સમયમાં પક્ષનું આ ઋણ ચૂકવો. રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, અંબાજીમાં ધર્મયાત્રા શરૂ થઈ ચૂકી છે. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયોનો જનસમૂહ ઉમટી પડ્યો છે. શહેરો કરતા ગ્રામ્ય સ્તરે ક્ષત્રિયોનો વિરોધ વંટોળ વધી રહ્યો છે અનેક ગામોમાં ભાજપ નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા પોસ્ટરો લાગ્યા છે. ગુજરાતમાં મતદાનને હજુ એક સપ્તાહ કરતાં વધુનો સમય બાકી હોવાથી ક્ષત્રિય આંદોલન વધુ આગ પકડી શકે છે તેવી આશંકાએ ભાજપ પ્રદેશ નેતાગીરી દોડતી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સમાજની મિટિંગમાં MLA બોલવા ઉભા થયાં કે લોકો ખુરશી છોડી જમવા દોડ્યા
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં વિવિધ સમાજની સાથે મિટિંગો કરી રહ્યા છે. અમદાવાદમાં એક લોકસભા બેઠકના ઉમેદવાર દ્વારા ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓ સાથે સમાજના આગેવાનો અને લોકો સાથે સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકસભા બેઠકના ઉમેદવાર દ્વારા પોતાની વાત રજૂ કર્યા બાદ જ્યારે ધારાસભ્ય બોલવા ઉભા થયા ત્યારે જમણવારની શરૂઆત કરી દેવામાં આવી હતી, જેના પગલે તમામ લોકો ઊભા થઈ અને સીધા જમવા માટે જતા રહ્યા હતા. કોઈપણ ધારાસભ્યની વાત સાંભળવા માટે બેઠા નહોતા. ખુરશીઓ ખાલી થઈ ગઈ હતી. ધારાસભ્ય તરત જ પોતાનું ભાષણ ટૂંકાવી દેવું પડ્યું હતું જેના કારણે જે સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેના દ્વારા જમણવાર શરૂ કરનારને જાહેરમાં ખખડાવ્યો હતો. આ બન્ને જેને જ્યાં જાય તે હારી જાય છે, હવે ભાજપનો વારો?
અલ્પેશ અને ધાર્મિક વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ મેળવ્યા ત્યારે તેમના જ કેટલાક સાથીઓ રમૂજમાં કહેતા હતા કે ભાઈ અમે તો જ્યાં જાય તેને હરાવી દઈએ છે. પહેલા કોંગ્રેસમાં ગયા ત્યાં કોંગ્રેસને હરાવી ત્યારબાદ અમે આમ આદમી પાર્ટીમાં ગયા તો આમ આદમી પાર્ટીને પણ હરાવી. હવે ભાજપમાં આવ્યા છીએ તો કદાચ ભાજપ હારી ના જાય તો સારું. એમની વાત પણ સાચી જ લાગી રહી છે કારણ કે ભૂતકાળ ઉપર નજર કરીએ તો જ્યાં પણ આ બંને ચહેરા ગયા છે, ત્યાં હારનો સામનો કરવો પડ્યો છે. રમુજમાં કરેલી આ વાત રાજકીય રીતે વિશ્લેષણ કરીએ તો સાચી પૂરવાર થઈ રહી છે. ભાજપમાં પ્રવેશ્યા બાદ આગામી ચૂંટણીઓમાં આ બંને ચહેરાઓ પણ સક્રિય રહેશે ત્યારે પરિણામ શું આવશે તેના ઉપર પણ સૌ કોઈની નજર રહેશે અને આ રમુજમાં કરેલી વાત જો સાચી પડે તો ભાજપ માટે વિચારવા જેવું રહેશે. મુખ્યમંત્રીની સભામાં જ ભીડ ભેગી ન થતા કોર્પોરેટરોને ખખડાવ્યા
લોકસભાની ચૂંટણીને લઇ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિવિધ નેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ ભાજપનાં નેતાઓની જાહેર સભાઓમાં પૂરતા પ્રમાણમાં સંખ્યા ન થતી હોવાને લઈ સ્થાનિક ભાજપના કોર્પોરેટરોથી લઈ હોદ્દેદારો પર નારાજગી વ્યક્ત કરાઈ રહી છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં મુખ્યમંત્રીની યોજાયેલી સભામાં પૂરતા પ્રમાણમાં સંખ્યા ન થતા પ્રદેશ લેવલના હોદ્દેદારે તમામ સ્થાનિક કોર્પોરેટરો અને હોદ્દેદારોને બોલાવી અને ખખડાવ્યા હતા. મુખ્યમંત્રીની જાહેર સભા હોય તો સંખ્યા હોવી જોઈએ. પરંતુ હોદ્દેદારો અને કોર્પોરેટરો સંખ્યા ન કરી શકતા તેમના સામે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. કોર્પોરેટર પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે તો અધિકારીઓ ઉપર ફરિયાદ કરે છે
રોડ, પાણી, લાઈટ, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ મેળવવા અને તેની ફરિયાદોના નિકાલ માટે પ્રજા પોતાના પ્રતિનિધિ તરીકે કોર્પોરેટરોને ચૂંટતી હોય છે. પરંતુ અમદાવાદમાં ભાજપનાં કોર્પોરેટરોનું હવે તેમની પાર્ટીના જ નેતાઓ દ્વારા બાળ મરણ કરવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ભાજપના કોર્પોરેટરો જ્યારે પણ કોઈ પણ કમિટીમાં ફરિયાદ કરતા હોય છે તો લાગતા વળગતા અધિકારી સીધા ભાજપના હોદ્દેદારોને જાણ કરી દે છે કે તમારા કોર્પોરેટર આ વિષયનું પૂછે છે અને તેનો જવાબ માંગે છે અથવા આ બાબતની ફરિયાદો કરે છે. ત્યારબાદ ભાજપના હોદ્દેદાર કોર્પોરેટરને કહી દે છે કે તમારે બહુ બોલવું નહીં. છેલ્લા કેટલાય સમયથી આવી બાબત બની રહી છે જેને લઇ હજી પણ કોર્પોરેટરોમાં ભાજપના હોદ્દેદાર પ્રત્યે ભારે નારાજગી છે. કોર્પોરેશનના અધિકારી ભાજપના કોર્પોરેટરનો ફોન ઉપાડતા જ નથી
કોઈ રાજકીય પક્ષના નેતા હોય અને અધિકારી પાસે કામ કરાવવાનું હોય તો પ્રજાની સમક્ષ કામ થઈ જશે તેવી વાત કરતા હોય છે. પરંતુ અમદાવાદમાં તો ભાજપના કોર્પોરેટરના ફોન અધિકારી ઉપાડતા હોતા નથી. શહેરના પૂર્વ વિસ્તારના એક કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનર અને અન્ય અધિકારીઓની હાજરીમાં મહત્વનો હોદ્દો ધરાવતા એવા અધિકારી ફોન ન ઉપાડતા હોવા અંગેની કમિશનરને ફરિયાદ કરી દીધી હતી. જાહેરમાં તમામ અધિકારીઓની સામે ભાજપના જ એક નેતાના આશીર્વાદથી ઉચ્ચ હોદ્દો મેળવનારા આ અધિકારી ફોન ન ઉપાડતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. અધિકારી કોર્પોરેટરોના ફોન ન ઉપાડતા હોવાની ભૂતકાળમાં પણ ફરિયાદો થઈ હતી. જોકે આ અધિકારી તો ભાજપના નેતાના આશીર્વાદ હોય તેમ માની કોર્પોરેટરોને પણ ગણકારતા ન હોવાની ચર્ચા છે.


http://dlvr.it/T68R42

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp