ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:કેનેડા-લંડનના 2 સૂત્રધારોએ દેશની 11 યુનિવર્સિટી-બોર્ડની 60 નકલી માર્કશીટ બનાવી, એક માર્કશીટના 1.20 લાખ લેતા હતા
દેશના અલગ અલગ રાજ્યોની યુનિવર્સિટીની નકલી માર્કશીટ અને ડિગ્રી મામલે ઉત્રાણ પોલીસે ધુવિન કોઠીયા, વિશાલ તેજાણી અને સંજય ગેલાણીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી જેમાં અત્યાર સુધીમાં 60 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો બોગસ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં આ ટોળકી પ્રત્યેક વિદ્યાર્થી પાસેથી 1.20 લાખથી લઈ 1.40 લાખની રકમ યુનિવર્સિટીની નકલી માર્કશીટ અને ડિગ્રી માટે લેતા હતા. ધોરણ 12ની ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડની માર્કશીટ માટે એક વિદ્યાર્થી પાસેથી 70થી 80 હજારની રકમ લેતા હતા. ટૂંકમાં આ ટોળકીએ નકલી સર્ટિફિકેટોથી 75 લાખની કમાણી કરી હોવાનું સામે આવ્યું છે. આ આંકડો એક કરોડની ઉપર જાય તેમ છે. કેમ કે આરોપીના લેપટોપમાં હજુ ઘણી વિગતો મળી રહી છે, જેની પોલીસ તપાસ હાલમાં ચાલી રહી છે. કેનેડામાં બેસીને નકલી સર્ટિફિકેટોનું રેકેટ ચલાવનાર સૂત્રધાર નિલકંઠ નરશી દેવાણીનો ભાઈ ડીજીવીસીએલ-ગ્રામ્યમાં નોકરી કરે છે. ઉત્રાણ પોલીસ નિલકંઠના ભાઈના ઘરે યોગીચોક તપાસ માટે ગઈ હતી, જ્યાં તાળું હતું. પાડોશીએ પોલીસને કહ્યું કે તે નોકરીએ ગયો છે. નિલકંઠના ભાઈની તપાસ કરાય તો ઘણી હકીકતો મળી શકે તેમ છે. નિલકંઠની પત્ની પહેલાં કેનેડા ગઈ બા...