પોરબંદરમાં ધુળેટીના પર્વનો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ એકબીજા પર રંગ ઉડાડી અને પર્વની ઉજવણી કરી હતી. તો પોરબંદર નજીકના વિસાવાડા ગામે છાણા-પાણની હોળી રમવામાં આવે છે. વર્ષોથી આ પરંપરા જોવા મળી રહી છે. પોરબંદરના બરડા પંથકના ગામોમાં હોળી-ધુળેટીના પર્વને લઇ જુની પરંપરા જોવા મળી રહી છે. વિસાવાડા ગામે ધુળેટીના પર્વના દિવસે પાણા-છાણાની હોળી રમવામાં આવે છે. જુની પરંપરા મુજબ ગામના ચોકમા યુવાનો અને વૃદ્ધો એકત્રીત થાય છે અને બે ટીમ બનાવે છે. ત્યાર બાદ એકબીજા પર છાણા ફેંકવામાં આવે છે. તેમાં છાણાથી બચવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ એક રમત એવી છે જે ધુળેટીના દિવસે રમવામાં આવે છે તે પરંપરા મુજબ આજે પણ પાણા-છાણની હોળી રમવામાં આવે છે. આધુનિક યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. વિસાવાડા ગામે પાણા-છાણાની રમતમા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને રમતનો આંનદ માણ્યો હતો. ચોકમાં છાણાનો ઢગલો કરવામાં આવે છે. ત્યાર બાદ એકબીજા પર છાણા ફેંકવામાં આવે છે.
http://dlvr.it/T4cb5f
http://dlvr.it/T4cb5f
Comments
Post a Comment