ભાઈએ ભાઈને છરીના ઘા ઝીંકી દેતા મોત:હળવદના ચુંપાણી ગામે બે કુટુંબી ભાઈઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલીમાં આધેડની હત્યા, પોલીસે તપાસ હાથ ધરી
હળવદ તાલુકાના ચુંપાણી ગામે ગામના ઝાંપા પાસે બે કુટુંબી ભાઈઓ વચ્ચે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં એક ભાઈએ બીજા ભાઈને છરીના ઘા ઝીંકી દેતા મોત નીપજ્યું છે. હાલ મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. બનાવની મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચુંપાણી ગામે રહેતા રામાભાઇ ઓળકીયા ઉમર વર્ષ 55 અને તેમનો કુટુંબિક ભાઈ ગણેશ ઓળકીયા ગામના ઝાંપા પાસે ઉભા હતા. ત્યારે કોઈ કારણોસર સામાન્ય બાબતે બોલાચાલી થતાં સામેના કુટુંબીક ભાઈએ રામાભાઇને છરીના ઘા ઝીંકી દેતા રામાભાઇ ત્યાં ઢળી પડ્યા હતા. બનાવવાની જાણ પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્ત રામાભાઈને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ હળવદ પોલીસને થતાં પોલીસ સ્ટાફે ચુંપાણી ગામે તેમજ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
http://dlvr.it/T4gRgM
http://dlvr.it/T4gRgM
Comments
Post a Comment