નવસારીના રેલવે સ્ટેશન નજીક રહેતા બાળકનું બે રીક્ષાચાલકોએ અપહરણ કર્યાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. જેમાં બાળકને ગેરસમજ થતા તેનુ અપહરણ તેમના ઘર પાસેથી થયું હોવાનું જણાવ્યું પણ બાળક નજીકમાં આવેલી દુકાનમાં આઇસક્રીમ ખાવા જતા ત્યાં ઘટના નોંધાઇ હોવાની માહિતી મળી છે. નવસારી રેલવે સ્ટેશનના નજીક રહેતા મૂળ યુપીના પરિવારનો બાળક 21મી માર્ચના રોજ તેના ઘર પાસે ઉભેલો હતો ત્યારે રીક્ષાચાલકે તેને ખેંચીને રીક્ષામાં બેસાડી અપહરણ કર્યાની તેના પિતાને જણાવ્યું હતું. જે અંગે ટાઉન પોલીસ હરકતમાં આવતા આજુબાજુના સીસીટીવી ફૂટેજો તપાસ કરી હતી. બીજા દિવસે બાળકે જણાવ્યું કે તેનું અપહરણ તેમના ઘરેથી નહીં પરંતુ તેમના ઘરની આગળ આવેલી એક આઇસક્રીમની દુકાન પાસે આઇસક્રીમ ખાઇ પરત આવતો હતો ત્યારે મારી સાથે આવી ઘટના બની હતી. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
http://dlvr.it/T4WnPt
http://dlvr.it/T4WnPt
Comments
Post a Comment