Skip to main content

જ્ઞાનસાધના-જ્ઞાનસેત પ્રવેશ પરીક્ષા માટે તંત્ર સજજ:પાટણમાં 30 મી માર્ચે 44 હજાર છાત્રો જ્ઞાનસાધના-જ્ઞાનસેતુની પ્રવેશ પરીક્ષા આપશે, તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી

પાટણ જિલ્લામાં એસએસસી અને એચએસસીની બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયા બાદ પાટણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી 30 માર્ચના રોજ જ્ઞાનસાધના અને જ્ઞાનસેત પ્રવેશ પરીક્ષા લેવા માટે સજજ બની છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષા બાદ બીજી મોટી પરીક્ષાનું આયોજન હવે યોજાશે. ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં 67 બિલ્ડીંગમાં હતી. જયારે આ પરીક્ષા 86 કેન્દ્રો પર લેવામાં આવશે.જેમાં 1500થી વધુ સ્ટાફ ફરજ બજાવશે. પાટણ જિલ્લામાં ધોરણ 10 અને અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. જિલ્લામાં ધોરણ 10 માં 20,560 અને ધોરણ 12 માં 12,151 મળી કુલ 32,000 ઉપરાંત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી . ત્યારબાદ હવે જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરીના માર્ગદર્શનમાં બીજી મોટી પરીક્ષાનું જિલ્લામાં આયોજન કરાયું છે. પાટણ જિલ્લામાં તારીખ 30-3-2024 ના રોજ જ્ઞાન સાથેના અને જ્ઞાન સેતુ પ્રવેશ પરીક્ષાનું આયોજન કરાયું છે. જ્ઞાન સાધના પરીક્ષામાં પાટણ જિલ્લામાં ધોરણ 5માં અભ્યાસ કરતા 20,009 વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપનાર છે. આ માટે પાટણ જિલ્લના તમામ 9 તાલુકાઓના 72 પરીક્ષા કેન્દ્રો પર 700 બ્લોકમાં જ્ઞાનસાધના પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે લેવાનાર જ્ઞાનસેતુ પરીક્ષામાં પાટણ જિલ્લાના 24,021 વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપનાર છે. જેના માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં 86 કેન્દ્રો પર 837 બ્લોકમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાનું આયોજન કરાયું છે. આ બંને પ્રવેશ પરીક્ષાઓ મુખ્યત્વે સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ લેવાનું આયોજન કરાયું છે. પાટણ ડીઈઓ કચેરીના એજ્યુકેશન ઈન્સપેક્ટર ભરતભાઈ પટેલ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લામાં ધોરણ 5 બાળકો માટેની જ્ઞાન સાથેના પરીક્ષા તારીખ 30 ને શનિવારે સવારે 10-30 થી 1-30 દરમિયાન યોજાશે. જયારે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટેની જ્ઞાનસેતુ પરીક્ષા બપોરે 3 થી 5 દરમિયાન યોજાશે. આ પ્રવેશ પરીક્ષા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો આશરે 1500 જેટલો સ્ટાફ ફરજ બજાવશે. સમય પરીક્ષાનું સંચાલન ડીઈઓની નિશ્રા અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ પાંચ માં અભ્યાસ કરતા બાળકો જ્ઞાનસાધના પ્રવેશ પરીક્ષામાં પાસ થઈ મેરીટમાં આવે તો તેમને ઉચ્ચ પ્રાથમિકમાં ધો.6 માં સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ લે તો રૂપિયા 5000 શિષ્યવૃત્તિ અને જો તેઓ સેલ્ફ ફાઇનાન્સ એટલે કે ખાનગી શાળામાં પ્રવેશ મેળવે તો રૂપિયા 20,000 શિષ્યવૃત્તિ આપવાની જોગવાઈ આ યોજના અંતર્ગત કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થી જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલમાં જાય તો રૂપિયા 60,000 રક્ષાશક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પ્રવેશ લે તો રૂપિયા 60,000 અને જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલમાં પ્રવેશ લે તો રૂપિયા 60,000 શિષ્યવૃત્તિ મળવાપાત્ર બને છે. ધોરણ આઠમાં અભ્યાસ કરતું બાળક જ્ઞાનસેતુ પ્રવેશ પરીક્ષામાં મેરીટમાં આવે તો તે ધો.9 માં સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ લે તો તેને વાર્ષિક રૂ 6000 શિષ્યવૃત્તિ અને ખાનગી શાળામાં પ્રવેશ મેળવે તો 22,000 શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે. આ જ વિદ્યાર્થી આગળ ધોરણ 12 માં પહોંચે તો તેને રૂપિયા 25000 શિષ્યવૃત્તિ મળવાપાત્ર બને છે. જ્યારે ધોરણ નવ માંથી ધોરણ 10 માં પહોંચે ત્યારે તેને રૂપિયા 7000 અને આગળ રુ.8000 મળવાપાત્ર થાય છે. આ પરીક્ષા યોજાયા બાદ રાજ્ય કક્ષાએથી તેની મેરીટ યાદી નક્કી થાય છે. પાટણ જિલ્લામાં જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ પ્રવેશ પરીક્ષા માટે શાળાના બાળકો દ્વારા ઉત્સાહ અને રસ દાખવીને પ્રવેશ પરીક્ષા આપવા મોટી સંખ્યામાં નોંધણી કરાવેલ છે.


http://dlvr.it/T4k94D

Comments

Popular posts from this blog

પ્રોપર્ટી રીટર્નનું ડિકલેરેશન ફોર્મ:AMC ક્લાસ-1 અને 2 અધિકારીઓ અને કર્મચારીઓએ 31 ડિસેમ્બર સુધીમાં મિલકતોની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે

http://dlvr.it/T0YdLn

રાજકોટ મનપાનું ચેકિંગ યથાવત:ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિનાના વધુ 18 સંકુલો સીલ, 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી

રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી રહી છે. આજે સતત ત્રીજા દિવસે કમિશનર દેવાંગ દેસાઇની સૂચનાથી ડ્રાઇવ ચાલુ રહેતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ, જાણીતી હોસ્પિટલ સહિતના 18 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ફાયર સેફટી અને બીયુ વગરની 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી આવી હતી. તેમજ દવાખાના અને રેસ્ટોરન્ટમાં પણ બેદરકારી જોવા મળતા નોટિસો ફટકારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે 45 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં અને આજે બપોર સુધીમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. જો કે, મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યૂ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકા...

પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:સામરખાના માથાભારે શખ્સે પત્નીને ઝેરી ઈન્જેકશન આપી બેભાન કર્યા બાદ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી

http://dlvr.it/T0lJMv