Skip to main content

સામાજિક સુધારણાની પહેલ:100 ગોળ રોહિત સમાજ દ્વારા નવું બંધારણ બનાવી 119 ગામમાં અમલ કરાશે, બેઠકમાં સૂચનો મેળવવામાં આવ્યા

500 પાટણવાડા પૈકી સો ગોળ રોહિત સમાજ સંચાલિત સંત રોહીદાસ પાટણવાડા સમાજ સુધારક કેળવણી મંડળ દ્વારા સો ગોળ રોહિત સમાજના ઉપક્રમે સંસ્થાના પ્રમુખ કે.કે. માસ્ટરની આગેવાનીમાં એક આગવી સામાજિક સુધારણાની પહેલ કરીને સમાજના મહિલાઓની સક્રિય સામેલગીરી સાથે પાટણમાં નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ ભાટિયાવાડ સ્થિત રોહિત સમાજની વાડી ખાતે આયોજિત આ નારી સંમેલનમાં 100 ગોળ રોહિત સમાજના 119 ગામોના સામાજિક આગેવાનો, કાર્યકરો અને મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સમાજના નવીન બંધારણ માટે સુધારા અને સૂચનો સૂચવ્યા હતા અને આ નવા સામાજિક બંધારણ અંતર્ગત નારી શક્તિને તેમાં ભાગીદાર બનાવી તેમના મહત્વના સૂચનો સ્વીકારાયા હતા, અને તે પ્રમાણે આગામી ટૂંક દિવસોમાં રોહિત સમાજનું 100 ગોળનું 119 ગામોનું નવું બંધારણ બનાવીને તેનો અમલ કરવા હાથ ઊંચા કરીને સૌ એ સમર્થન વ્યક્ત કર્યું હતું. રોહિત સમાજ આયોજિત આ મહિલા સંમેલનમાં સમાજના ભગવતીબેન કે. પરમાર (કુરેજા) સહિત જાગૃત શિક્ષિત અને સમાજની હિતચિંતક વિવિધ સ્તરની બહેનોએ હાજરી આપીને તેમના અમૂલ્ય સૂચનો ઉપરાંત પોતાના અનુભવ અને નવીન વિચારો સમાજ સમક્ષ મૂક્યા હતા જેને સમાજે આવકાર્યા હતા અને મહિલા શક્તિના સથવારે સમાજમાં સામાજિક સુધારણા ક્ષેત્રે આગળ વધવા સંકલ્પના વ્યક્ત કરી હતી. રોહિત સમાજના આ નારી સંમેલનમાં કરાયેલ સામાજિક સુધારણામાં સામાજિક કુરિવાજો તેમજ અંધશ્રદ્ધા અને વ્યસનોને તિલાંજલી આપવા સૌએ એકસુર વ્યક્ત કર્યો હતો. નારી સંમેલનમાં ઉપસ્થિત બહેનો અને સામાજિક આગેવાનોએ જે સુધારણા અમલી બનાવવા સંકલ્પ કર્યો તેમાં ભ્રુણહત્યા અટકાવવી અને સમાજમાં ઘટતા જતા સ્ત્રી-દર ને વધારવો, મૃત્યુ ભોજન તેમજ પોથ પ્રથા, સરામણું, બારમું, વારંવાર લોકાચાર જવું આવવું, કુરિવાજો ઘટાડવા, બહેન કે દીકરીના મામેરા કે મોસાળામાં રોકડ રકમનો વ્યવહાર કરવો અને વળતર લેવું નહીં, સારા પ્રસંગોએ ઓઢામણાની જગ્યાએ રોકડ વ્યવહાર કરવો, સગાઈ પ્રસંગે છોકરી પક્ષને અપાતા મોબાઈલ, વીંટી તેમજ બિનજરૂરી ભેટ સોગાદો બંધ કરવી અને સમાજના નવા સામાજિક સુધારણા બંધારણને અનુસરવાની સૌએ સંકલ્પના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત લગ્નમાં કરવામાં આવતા હલ્દી રસમ જેવા ખર્ચાળ કાર્યક્રમો બંધ કરવા તેમજ વરઘોડામાં ડીજે અને અન્ય વાજિંત્રો બંધ કરી ઘોડા તેમજ વરઘોડા સદંતર બંધ કરવા બાબતે પણ સૌએ સામાજિક સુધારણાને સમર્થન વ્યક્ત કર્યું હતું. 100 ગોળ રોહિત સમાજના પ્રમુખ કે.કે. માસ્ટર અને કારોબારી અધ્યક્ષ પ્રહલાદભાઈ વી. સરસાવા એ સમાજ દ્વારા નારી શક્તિ સંમેલન યોજીને મહિલાઓના સૂચનોને આવકારી સમાજ વિકાસમાં તેમની સક્રિય સામેલગીરીને સ્થાન આપીને મહિલાઓના ઉત્કર્ષ સાથે સમાજનો ઉત્કર્ષ થાય તે માટે સામાજિક સુધારણા અંગેનું બંધારણ ઘડીને તેનું સૌ પૂરેપૂરું પાલન કરશે તેઓ સંકલ્પ લેવાયો હોવાનું જણાવ્યું હતું અને ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર સો ગોળ રોહિત સમાજે નારી સંમેલન યોજીને સામાજિક સુધારણાની દિશામાં એક પ્રેરક કદમ ઉઠાવ્યું હોવાનું જણાવ્યું હતું.


http://dlvr.it/T4sSFL

Comments

Popular posts from this blog

પ્રોપર્ટી રીટર્નનું ડિકલેરેશન ફોર્મ:AMC ક્લાસ-1 અને 2 અધિકારીઓ અને કર્મચારીઓએ 31 ડિસેમ્બર સુધીમાં મિલકતોની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે

http://dlvr.it/T0YdLn

રાજકોટ મનપાનું ચેકિંગ યથાવત:ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિનાના વધુ 18 સંકુલો સીલ, 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી

રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી રહી છે. આજે સતત ત્રીજા દિવસે કમિશનર દેવાંગ દેસાઇની સૂચનાથી ડ્રાઇવ ચાલુ રહેતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ, જાણીતી હોસ્પિટલ સહિતના 18 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ફાયર સેફટી અને બીયુ વગરની 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી આવી હતી. તેમજ દવાખાના અને રેસ્ટોરન્ટમાં પણ બેદરકારી જોવા મળતા નોટિસો ફટકારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે 45 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં અને આજે બપોર સુધીમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. જો કે, મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યૂ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકા...

પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:સામરખાના માથાભારે શખ્સે પત્નીને ઝેરી ઈન્જેકશન આપી બેભાન કર્યા બાદ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી

http://dlvr.it/T0lJMv