સદનસીબે જીવ બચી ગયો:હારીજનાં સાંકરા-દુનાવાડા વચ્ચે ડાલાએ રાહદારીને ટક્કર મારી, ડાલાના ચાલકે સારવારનો ખર્ચ ન આપતાં ફરિયાદ
હારીજનાં સાંકરા-દુનાવાડા વચ્ચે જીપડાલાએ રાહદારીને ટક્કર મારતાં ગંભીર ઈજા થતા સારવાર માટે ડાલાનો ચાલક ઇજાગ્રસ્તને પાટણની જનતા હોસ્પિટલ લઈ ગયો હતો બાદમાં અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડયા હતા ડાલા ચાલકે સારવારનો ખર્ચ ન આપતાં ફરિયાદ નોંધાવી હતી. હારીજ તાલુકાનાં સાંકરાથી દુનાવાડા રોડ ઉપર ચાલતા ઘઉં વાઢવા જઈ રહેલા સિકંદરભાઈ ભીખુભાઈ કલાલ (ઉ.વ. 40) રે. સાંકરા તા. હારીજવાળાને સામેથી આવતા પીકઅપ ડાલાનાં ચાલકે ટક્કર મારતાં પગે ફ્રેકચરની ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને પાટણની જનતા હોસ્પિટલ અને બાદમાં અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડયા હતા. ઇજાગ્રસ્તને ટક્કર મારનારા પીકઅપ ડાલાનાં ચાલકે તેમને સાથે સારવાર માટે ખસેડયા હતા ને તેણે સારવારનો ખર્ચ આપવાનું કહ્યું હતું. પરંતુ તેણે બાદમાં ખર્ચ આપવાની ના પાડતાં તેની સામે ઇજાગ્રસ્તનાં ભાઇએ ફરીયાદ નોંધાવી હતી.
http://dlvr.it/T4qGlc
http://dlvr.it/T4qGlc
Comments
Post a Comment