Skip to main content

સાંસદોએ 5 વર્ષમાં MPLADનું અડધું ફંડ વાપર્યુ:ગુજરાતના 26 MPsએ ફંડના 440 કરોડમાંથી માત્ર 220 કરોડ વાપર્યા, આચારસંહિતાને પગલે હાલ બાકીનું વાપરી ન શકે

MP લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ (MPLAD)ના ગુજરાતના 26 MPના હસ્તક 17 કરોડ લેખે 442 કરોડ રૂપિયા હતા. જે તેઓ તેમના મતક્ષેત્રમાં એવા કામો માટે વાપરી શકતા હતાં. પણ 26 સાંસદોએ માત્ર 354.99 કરોડ રૂપિયાના કામોની ભલામણ કરી હતી. તે પૈકી 263.15 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા અને કુલ 220 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જે કુલ મળવાપાત્ર ફંડના માત્ર 49.77% થાય છે. આ રિપોર્ટ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)દ્વારા એનાલિસિસ કરીને જાહેર કરવામાં આપ્યો છે. નોંધનીય બાબત એ છે, MPLAD ફંડ જે તે નાણાકીય વર્ષમાં જ વાપરવું જરૂરી હોતું નથી. પણ વણવપરાયેલું બીજા વર્ષમાં વાપરી શકાય છે. હવે ચૂંટણી જાહેર થવાથી ચૂંટણી પંચના સૂચનથી MPLAD વપરાશ પર રોક લગાવવામાં આવી છે. કોરોના કાળમાં 1.5 વર્ષ યોજના ફ્રીઝ કરાઈ
2019થી 2024ની ટર્મની વાત કરીએ તો આ વખતે MPLAD ફંડમાં ઘટાડો થયો છે. કોવિડ કાળ દરમિયાન લગભગ 1.5 વર્ષના સમયગાળા માટે આ યોજના ફ્રીઝ કરવામાં આવી હતી. તેથી આ 5 વર્ષ માટે દરેક સાંસદ પાસે 25 કરોડના બદલામાં માત્ર 17 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. MPLAD શું છે?
23 ડિસેમ્બર 1993ના રોજ MPLAD યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના અંતર્ગત દરેક સંસદ સભ્ય તેમના મત વિસ્તારના વિશેષ પ્રકારના કામોની ભલામણ કરી શકે, સંસદ સભ્યના ભલામણ બાદ જિલ્લા આયોજન મંડળ દ્વારા તે કામો માટે ભંડોળ ફાળવવામાં આવે છે. શરૂઆતમાં આ યોજનામાં સાંસદ દીઠ માત્ર 5 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જે 1994-95 માં વધારીને 1 કરોડ કરવામાં આવ્યા. ત્યારબાદ સમય સમય પર રકમમાં વધારો થયો હતો, અત્યારે સાંસદ દીઠ દર વર્ષે 5 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. દરેક સાંસદ તેમના 5 વર્ષના સમયગાળા દરમિયાન કુલ 25 કરોડના કામોની ભલામણ કરી શકે છે. MPLAD યોજનામાં કયા કામ કરી શકે
આ યોજના અંતર્ગત સાંસદ પોતાના મતવિસ્તારમાં માળખાગત વિકાસ કામો કરી શકે છે. જેમાં પીવાના પાણી, સ્વચ્છતાને લગતા કામો, સિંચાઇની સુવિધાઓ ઊભી કરાવી શકે છે. સ્વચ્છતા અને જાહેર આરોગ્યના કામ, ખેતી, પશુપાલન, ડેરીને લગતા કામ, રોડ, રસ્તા, પુલ, રેલવેના કામ તથા શિક્ષણ અને શહેરી વિકાસનું કામ કરી શકે છે. લોક માગણી અને વિસ્તારની જરૂરિયાત મુજબ કામોની ભલામણ
2019થી 2024ની ટર્મમાં દરેક સાંસદ પાસે 25 કરોડના બદલામાં માત્ર 17 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. એટલે ગુજરાતના 26 MPના હસ્તક 442 કરોડ રૂપિયા હતા, જે તેઓ તેમના મતક્ષેત્રમાં એવા કામો માટે વાપરી શકતા હતાં, જે કામો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અથવા રાજ્ય સરકાર દ્વારા આયોજનમાં લીધેલા નથી. તેમાં એરિયા સ્પેસિફિક એટ્લે જે તે વિસ્તારની વિશેષ જરૂરિયાત અને મતદારોની માંગણીને ધ્યાનમાં લઈને સાંસદ કામો માટે ભલામણ કરી શકે. મળવાપાત્ર ફંડના 49.77% કામ મંજૂર
ગુજરાતના સાંસદોને કુલ 442 કરોડ ફંડ મળવાપાત્ર હતું, પણ 26 સાંસદોએ માત્ર 354.9994 કરોડ રૂપિયાના કામોની ભલામણ કરી હતી. તે પૈકી 263.15 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતી, અને કુલ 220 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જે કુલ મળવાપાત્ર ફંડ (442 કરોડ) ના માત્ર 49.77% થાય છે. ગુજરાતના MPS દ્વારા ખર્ચ સાંસદોએ માળખાગત સુવિધાને પ્રાથમિકતા આપી
ગુજરાતના MP દ્વારા રોડ, રસ્તા, પુલ વગેરે માળખાકીય સુવિધાઓને લગતા કામોને પ્રાથમિકતા આપી છે. તેમાં 114.81662 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, ત્યારબાદ અન્ય જાહેર કામો માટે 71.32 કરોડ, શિક્ષણ માટે 26 કરોડનો ખર્ચ કર્યો છે, આરોગ્ય માટે 13.45 કરોડ, સૌથી ઓછો ખર્ચ હાથશાળના કારીગરોના વિકાસ માટેના માત્ર 2.948 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. MPLAD ફંડનું એનાલિસિસ દાહોદના સાંસદે માત્ર 6.78 કરોડના કામની ભલામણ કરી
અમરેલીના સાંસદ નારણ કાછડિયા દ્વારા સૌથી વધુ, એટલે 31.2424 કરોડ ના કામોની ભલામણ કરવામાં આવી. જો કે, તેઓ માત્ર 17 કરોડ સુધીના જ કામો લઈ શકતા હતા. તેમાંથી માત્ર 9.5 કરોડ રૂપિયાનું જ ફંડ ફાળવાયુ. જ્યારે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા સૌથી ઓછા એટલે કે માત્ર 6.7803 કરોડના જ કામો માટે ભલામણ કરવામાં આવી અને 7 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. માહિતીનો સ્ત્રોત

https://mplads.gov.in/mplads/AuthenticatedPages/Reports/Citizen/rptExpenditureDetailsofStatewise.aspx />

http://dlvr.it/T4c3mV

Comments

Popular posts from this blog

પ્રોપર્ટી રીટર્નનું ડિકલેરેશન ફોર્મ:AMC ક્લાસ-1 અને 2 અધિકારીઓ અને કર્મચારીઓએ 31 ડિસેમ્બર સુધીમાં મિલકતોની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે

http://dlvr.it/T0YdLn

રાજકોટ મનપાનું ચેકિંગ યથાવત:ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિનાના વધુ 18 સંકુલો સીલ, 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી

રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી રહી છે. આજે સતત ત્રીજા દિવસે કમિશનર દેવાંગ દેસાઇની સૂચનાથી ડ્રાઇવ ચાલુ રહેતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ, જાણીતી હોસ્પિટલ સહિતના 18 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ફાયર સેફટી અને બીયુ વગરની 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી આવી હતી. તેમજ દવાખાના અને રેસ્ટોરન્ટમાં પણ બેદરકારી જોવા મળતા નોટિસો ફટકારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે 45 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં અને આજે બપોર સુધીમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. જો કે, મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યૂ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકા...

પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:સામરખાના માથાભારે શખ્સે પત્નીને ઝેરી ઈન્જેકશન આપી બેભાન કર્યા બાદ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી

http://dlvr.it/T0lJMv