વિદાય અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો:બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિધાર્થીઓનો વિદાય અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો
તા. 28/03/2023ના રોજ બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં ધોરણ -8ના વિધાર્થીઓનો વિદાય અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો. આ કાયર્ક્રમના અધ્યક્ષ દિનેશભાઇ એસ પટેલ, વહીવટી ક્લાર્ક, ઉ, ગુ યુ મંડળ, અને મુખ્ય મહેમાન તરીકે ભરતભાઇ પટેલ, આચાર્ય, ગોપાલ ભુવન પ્રા. શાળા, વસંત પટેલ ,આચાર્ય, એમ. એન. પ્રાથમિક શાળા, પાટણ જેવા મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી. ત્યારબાદ આવેલા દરેક મહેમાનોનું ભારતીય પરંપરા મુજબ સુખડથી કુમકુમ તિલક અને બુકેથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ધોરણ-8ના બાળકો દ્વારા પોતાના અભિપ્રાય રજૂ કરવામાં આવ્યા હતા અને શાળાના શિક્ષકો દ્વારા પણ દરેક વિધાર્થીઓને ખૂબ ખૂબ શુભ કામનાઓ આપવામાં આવી હતી. અને શાળાના આચાર્ય દ્વારા સચોટ ઉદાહરણ દ્વારા પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું અને વધુમાં આવેલા મહેમાન ભરતભાઇ દ્વારા દરેક બાળકોને ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ શાળામાં પુરા પગારમાં આવેલા તમામ શિક્ષકઓ હિમાનીબેન, કિન્નરીબેન, કુસુમબેન, ટ્વિંકલબેન, હેતલબેન, બીનાબેન, અને પ્રિયંકાબેન દ્વારા બાલ મંદિર અને ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા 430 બાળકોને શ્રીખંડ, પૂરી, શાક, અને રમકડાં, પીરસવામા આવ્યા. શાળાના તમામ બાળકોએ ખુબજ ઉત્સાહ પૂર્વક શાંતિથી સ્વાદિષ્ટ ભોજનનો ભરપુર આનંદ માણ્યો. આ પ્રસંગે તિથી ભોજનના દાતાઓનો શાળા પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો.
http://dlvr.it/T4n9D1
http://dlvr.it/T4n9D1
Comments
Post a Comment