અંબાજી ખાતે હોળી દહન:ઉતર દિશામાં હોળી પડતા આ વર્ષે વરસાદ સારો આવશે, ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે ઠાકોર સમાજ વર્ષોથી હોળી પ્રગટાવે છે
શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે હોળી પર્વનો અનેરો મહિમા છે. વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીની હોળી અંબાજી મંદીરના ભટ્ટજી મહારાજ હસ્તે પૂજન થયાં બાદ પ્રગટે છે. આ પૂજન વિધિમાં અંબાજી મંદિરના વહીવટદાર પણ જોડાય છે. અંબાજી ખાતે વર્ષોથી હોળી ઠાકોર સમાજ દ્વારા પ્રગટાવવામાં આવે છે અને હોળી જે દિશામાં પડે તે દિશામાં વરસાદની આગાહી પણ કરાતી હોય છે. હોળી પર્વની વાત કરવામાં આવે તો હોળી પર્વના દિવસે વર્ષમાં એક જ વખત અંબાજી મંદિરની સાંજની આરતી હોળી પ્રગટાવ્યા બાદ આરતી કરવામાં આવે છે. અંબાજી મંદિરથી ભટ્ટજી મહારાજ અને વહીવટદાર સહિત ઢોલ શરણાઈ સાથે હોળી સ્થાનક પર જઈને પૂજન અર્ચન કર્યાં બાદ હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી પ્રગટાવ્યા બાદ હોળી જે દિશામાં પડે તે દિશાથી વરસાદની આગાહી અને વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે. અંબાજી ખાતે વર્ષોથી હોળી ઠાકોર સમાજ દ્વારા પ્રગટાવી વરસાદનું પ્રમાણ કાઢવામાં આવે છે. ત્યારે આજે હોળી ઊતર દિશામાં પડતા આવનારું વર્ષ સારું અને વરસાદનું પ્રમાણ સારું રહેશે તેમ ઠાકોર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.
http://dlvr.it/T4YYVg
http://dlvr.it/T4YYVg
Comments
Post a Comment