Skip to main content

પરિશ્રમનું પરિણામ:પહેરેલાં કપડે આવ્યા અને આજે ચોથી પેઢી સુરતમાં રહી સુરતી બની

સુરતની ધરા ઉપર હાથમાં ફક્ત દોરી અને લોટો લઈને આવ્યા બાદ ઓળખ ઉભી કરનાર પરપ્રાંતિયોની ચોથી પેઢી આજે સુરતમાં રહીને સુરતી બની ગઈ છે. ઉત્તર ભારતથી માંડીને કેરળ અને જમ્મુ સુધીના દરેક રાજ્યના લોકો અહીં વસીને સુરતી બની ગયા છે. સુરત પાસે આ બધાથી વધીને છે એ પ્રેમ છે. સખત મહેનત કરનાર થોડાક વડીલો આજે પોતાના આરંભના દિવસો દિવ્ય ભાસ્કર સાથે શેર કરે છે. સુરત આવીને ગાર્ડ બન્યા, આજે લેબર કોન્ટ્રાક્ટર : રાજેન્દ્ર તિવારી
​​​​​​​બિહારથી આવી સુરતમાં ડાઈંગ મીલમાં રોજના 10 રૂપિયાની સિક્યોરિટીની નોકરી મળી હતી. આરંભના દિવસો વિષે રાજેન્દ્ર તિવારી કહે છે, મીઠી ખાડીમાં દરગાહ પાસે એક નાનકડી ખોલીમાં રહેવાનું અને દિવસે ગાર્ડની નોકરી કરી હતી. કપડાં પૂરતા નહીં અનેક વખત તો રાત્રે હાફ પેન્ટ પહેરીને દિવસે પહેરેલા કપડાં ધોઈને બીજા દિવસે પાછા પહેરવાના દિવસો પણ જોય છે. આજે સુરતે અમને જે જોઈતું હતું એ બધું જ આપ્યું છે. સૌથી મોટો પ્રેમ અને આદર આપ્યો છે. જે કદી ભૂલી શકાય નહીં. તિવારી આજે પોતે લેબર કોન્ટ્રાક્ટર છે ઉપરાંત શાળા સંચાલક અને જમીન દલાલીનું પણ કામ કરી રહ્યા છે. પાઉં અને કેરીની લારી ચલાવી, ઝૂંપડીમાં રહ્યા : સુભાષ મૌર્યા
પિતાજી સુરત આવ્યા બાદ ગામડે ગામડે ફરવાનું થયું. ખેતરમાં જ ઝૂપડું બાંધીને રહેવાનું અને શહેરમાં કાચુ મકાન બનાવીને રહેતા હતા. પોતાની બાળ અવસ્થાના દિવસો યાદ કરતા એડવોકેટ સુભાષ મૌર્યા કહે છે, મોટા ભાઈને ત્રણસોની નોકરી મળી અને પોતે પાંઉ લાવીને વેચ્યા, ઘાસની ગાંઠડીઓ સાઇકલ પર વેચવા નીકળતો અને પિતાજીની સાથે કેરીની લારી પણ ચલાવી હતી. આજે સુભાષ મૌર્યા સવારે ખેતી અને બપોરે વકીલાત કરે છે. જ્યારે એમના ભાઈ હોમિયોપેથી ડોક્ટર બન્યા છે. મૌર્યા બંધુ કહે છે, સુરતમાં આવ્યા ત્યારે પિતાજી પાસે કંઈ હતું નહીં. આજે પરિવાર સુરતમાં વટવૃક્ષ બન્યો છે. સુરત આવતા પહેલાં 71ના યુદ્ધમાં પાંચ ગોળી ખાધી : ભગવતી પ્રસાદ
​​​​​​​ભારત-પાકિસ્તાન વચ્ચે 1971ના યુદ્ધમાં પાંચ ગોળીથી ઘાયલ થયા અને બે વર્ષની સારવાર કરાવી સુરત આવ્યા ત્યારે હજીરામાં રહેવાનું થયું હતું. છ દાયકાથી સુરતમાં વસેલા માજી સૈનિક દુબેજી ભૂતકાળ વાગોળતા કહે છે, મજૂરીથી શરૂઆત કરી ટ્રક ડ્રાઈવર બન્યો અને મહેનતથી ટ્રક ખરીદી. એ સમયે ઉધનામાં ઓછી વસ્તી હોવાથી મઢી આવ્યા બાદ બારડોલી ગયા. આજે સુરતના પ્રતાપે સુખ અને ચૈન બંને છે. વતન ભૂલી ગયા છે એવું નથી પરંતુ હવે સુરત જ વતન બની ગયું છે. હજીરામાં ચોમાસામાં કોથળી ઓઢીને રાતે બેસી રહેવું પડતું અને ઢાબામાં ચાહ પી દિવસે મહેનતના કપરા દિવસો પસાર કર્યા છે. રાત્રે મિત્રના રૂમના ઓટલા ઉપર સૂતા ને મજૂરી કરી : જનાર્દન પાંડે
ખાલી હાથે સુરત આવ્યો અને દિવસે છૂટક મજૂરી અને રાત્રે મિત્રના એક રૂમના ઓટલા ઉપર સુતો હતો. સવારે અડધી ડોલ પાણીમાં ન્હાવાના દિવસો વિતાવ્યા છે. પાંચ દાયકા પૂર્વે સુરત આવેલા જનાર્દન પાંડે કહે છે સવારે ઉઠીને ચાદર અને ઓશિકુ રૂમમાં મુકી ફરી નોકરી શોધવી પડતી. દિલ્હી અને મુંબઈ રહ્યા પરંતુ ત્યાં વારંવાર મીલની હડતાળ ચાલતી હતી. સુરતમાં સંઘર્ષ બાદ મીલ સુપરવાઈઝરની નોકરી મળી અને ત્યાંજ વાઈસ પ્રેસિડન્ટ બન્યો. સુરતે અમને ઘણું આપ્યું છે એમ જણાવતા પાંડે કહે છે, અમે સુરતના આભારી છીએ, આજે અમે પરપ્રાંતના છીએ એ ભૂલી ગયા છે અને અમે પણ સુરતી બની ગયા છે.


http://dlvr.it/T4jhvZ

Comments

Popular posts from this blog

પ્રોપર્ટી રીટર્નનું ડિકલેરેશન ફોર્મ:AMC ક્લાસ-1 અને 2 અધિકારીઓ અને કર્મચારીઓએ 31 ડિસેમ્બર સુધીમાં મિલકતોની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે

http://dlvr.it/T0YdLn

રાજકોટ મનપાનું ચેકિંગ યથાવત:ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિનાના વધુ 18 સંકુલો સીલ, 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી

રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી રહી છે. આજે સતત ત્રીજા દિવસે કમિશનર દેવાંગ દેસાઇની સૂચનાથી ડ્રાઇવ ચાલુ રહેતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ, જાણીતી હોસ્પિટલ સહિતના 18 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ફાયર સેફટી અને બીયુ વગરની 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી આવી હતી. તેમજ દવાખાના અને રેસ્ટોરન્ટમાં પણ બેદરકારી જોવા મળતા નોટિસો ફટકારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે 45 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં અને આજે બપોર સુધીમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. જો કે, મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યૂ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકા...

પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:સામરખાના માથાભારે શખ્સે પત્નીને ઝેરી ઈન્જેકશન આપી બેભાન કર્યા બાદ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી

http://dlvr.it/T0lJMv