આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પર્વ એવા હુતાસણી પર્વની આજરોજ ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં આજે સાંજે છાણા, લાકડા, વગેરે જેવી ચીજ વસ્તુઓથી હોળી તૈયાર કરવામાં આવી હતી અને સારા ચોઘડિયામાં હોલિકા પૂજન તેમજ હોલિકા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અત્રે ગાડીત પાડા વિસ્તારમાં આવેલી રજવાડાના સમયની રાવળી હોળી ઉપરાંત સલાયા ગેઈટ, રામનાથ સોસાયટી, બેઠક રોડ - લક્ષ્મીનારાયણ મંદિર, નવાપરા, જોધપુર ગેઈટ વિગેરે સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને બહેનોએ ધાણી, દાળિયા, ખજૂર તેમજ શ્રીફળ વડે હોલિકાનું પૂજન અર્ચન કર્યું હતું. અહીં અબાલ - વૃદ્ધ સૌ કોઈએ હોલિકાની પ્રદક્ષિણા કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. સંગીતમય માહોલ વચ્ચે હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે આવતીકાલે રંગભીના ધુળેટી પર્વને માણવા પણ ખાસ કરીને યુવા હૈયાઓએ તૈયારીઓ કરી લીધી છે.
http://dlvr.it/T4YHSJ
http://dlvr.it/T4YHSJ
Comments
Post a Comment