બોપલના TRP મોલમાં ભીષણ આગ:બિલ્ડિંગના પાંચમા માળે બાળકોના ગેમિંગ ઝોનમાં આગ, બે કલાકની ભારે જહેમત બાદ કાબૂ મેળવાયો
અમદાવાદના બોપલમાં TRP મોલમાં ભીષણ આગ લાગી હતી. મોલમાં પાંચમા માળે આવેલા બાળકોના ગેમિંગ ઝોનમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી. પાંચમાં માળથી આગ પ્રસરીને ત્રીજા માળ સુધી પહોંચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એક કિલોમીટર દૂર સુધી આગના ધૂમાળાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જે જોતાં રોડની બીજી સાઇડ પર લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. જો કે, આગ લાગતાની સાથે જ મોલમાં અફરાતરફી સર્જાઈ હતી. અને મોલમાંથી તમામ લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવાનું શરૂ કરી દીધું હતું. પંરતુ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શક્યા હતા. બાળકોના ગેમિંગ ઝોનમાં આગ
બોપલ વિસ્તારમાં આવેલા TRP મોલના સેન્ટર કોર્ટના પાંચમાં માળે આવેલા સ્કાય ટ્રેમ્પોલિન બાળકો માટેના ગેમિંગ ઝોન આવેલો છે. આ ગેમિંગ ઝોનમાં આગની શરૂઆત થઈ હતી. આ આગ લાગતાની સાથે જ આખો માળ જેમાં ગેમ ઝોન આવેલું હતું તે આગની ચપેટમાં આવી ગયું હતું. ધીમે ધીમે આ આગ ચોથા માળ અને ત્યારબાદ ત્રીજા માળ સુધી પહોંચી હતી. પેન્ટાલુન્સ શો રૂમ આગની ઝપેટમાં આવતા બચી ગયો હતો. ત્યારે મોલની સામે જ પેટ્રોલ પંપ આવેલો હતો જેને બંધ કરી દેવામાં આવ્યો હતો. તમામને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા
જો કે, મોલમાં રહેલા તમામ લોકોને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે. અને થિયેટર તરફના ભાગમાં આગ લાગી ન હતી પરંતુ સલામતીના ભાગ રૂપે થિયેટર તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. ત્યારે મોલમાં આવેલા ગલ્સ પીજીમાં ફોન કરી એલર્ટ કરવામાં આવ્યું હતું. જેથી 100થી વધુ ગલ્સને પીજીમાંથી બહાર કાઢવામાં આવી હતી. અને હોટલ મેપલ અને બે હોસ્પિટલમાંથી કેટલાક લોકોનું રેસ્ક્યુ કરી નીચે સહીસલામત ઉતારી લેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર
મોલમાં આગના કારણે લોકોનાં ટોળાં ભેગા થઈ ગયા હતા. જોકે, આગ લાગી હોવાનું જાણ થતાં જ ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી હતી. આ સાથે જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત ફાયરના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા. તાત્કાલિક ધોરણે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા. જો કે, લોકોની ભીડના કારણે ફાયર બ્રિગેડની ટીમને આવવામાં અને કામ કરવામાં તકલીફ પડી હતી. પંરતુ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શક્યા હતા. આ સાથે જ 4 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. ગેમિંગ ઝોનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
જો કે, મોલમાં આવેલા ગેમિંગ ઝોનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગેમિંગ ઝોનમાં રહેલા રબરના કારણે આગ વિકરાળ બની હતી. આગ વધારે લાગી અને અન્ય ભાગમાં પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, આગ 10.30 વાગ્યા બાદ લાગી હતી. ત્યારે 10 વાગ્યે ગેમ ઝોન બંધ થઇ ગયું હોવાથી આગની ઘટનામાં કોઇ જાનહાની થઈ નહતી. આગની ઘટના મામલે બોપલના પીઆઇએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી. ગેમિંગ ઝોન 10 વાગ્યે બંધ થઈ ગયું હતું.
http://dlvr.it/T4WXvB

Comments
Post a Comment