નવસારીના મોટી ચોવીસીમાં આવેલા મોતીનગર વિસ્તારમાં પાણી તો આવે છે પરંતુ પીવાના ઉપયોગમાં લઇ શકાતું નથી, કારણ કે પાણી ક્ષારયુકત અને ઘણીવાર ડહોળુ આવે છે. મોટી ચોવીસીમાં આવેલા મોતીનગર વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી પાલિકાનું પાણી ક્ષારવાળુ આવે છે. આ બાબત અંગે ઘણીવાર રજૂઆત અને ફરિયાદ પણ કરી છે પરંતુ કોઈ પણ જરૂરી પગલાઓ પાણી પુરવઠા વિભાગ દ્વારા લેવામાં આવ્યા નથી. મોતીનગર વિસ્તારના સ્થાનિકો મહિનાઓથી આવતા ક્ષારયુક્ત પાણીના કારણે ત્રાસી ગયા છે. સ્થાનિકો મુજબ તેમણે કરેલ ફરિયાદની નોંધ લેવામાં આવી નથી. ક્ષારવાળુ પાણી એટલે કે આલ્કલાઇન પાણીનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ચામડીના અનેક રોગ થઈ શકે છે. પાણીનો ટેકસ યોગ્ય આવે છે, પણ પાણી નહીં એવું સ્થાનિકોએ જણાવ્યું હતું. લોકો ફિલ્ટરવાળુ પાણી ખરીદવા મજબૂર બન્યા પાણી બરાબર આવે છે, પરંતુ તેનો ઉપયોગ પીવા માટે કરી શકાય તેવું આવતું નથી. પાણી ક્ષારવાળુ હોય છે. જ્યારે મોટાભાગના લોકો ફિલ્ટરવાળુ પાણી ખરીદીને વાપરે છે, પરંતુ અમારા વિસ્તારમાં એવા પણ ઘણા લોકો છે જે મજબૂરીમાં આજ પાણી પીવે છે જેના કારણે તેમને અનેક મુશ્કેલી પડે છે. આ બાબતે નોંધ લેવાવી જરૂરી બની છે.> યાસ્મીન શેખ, સ્થાનિક
http://dlvr.it/T4WnXl
http://dlvr.it/T4WnXl
Comments
Post a Comment