‘ પત્ની પર શંકા રાખીને હિંસા આચરી શકાય નહિ’:20 વર્ષીય પત્નીને જીવતી સળગાવનાર પતિએ આજીવન સજામાંથી છુટકારો મેળવવા કરેલી અરજી HCએ નકારી
ગુજરાત હાઇકોર્ટમાં જેલમાંથી આણંદના પ્રવીણભાઈ ચૌહાણે અરજી કરી હતી. જે જજ એ.એસ.સૂપેહિઆ અને વિમલ વ્યાસની કોર્ટમાં રજૂ થઈ હતી. આરોપીને આણંદની ડિસ્ટ્રિક્ટ કોર્ટે IPC ની કલમ 302 અને 498 મુજબ દોષી ઠેરવીને વર્ષ 2007 માં આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જેને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી, પરંતુ હાઇકોર્ટે પણ વર્ષ 2013 માં ગુન્હેગારની સજા યથાવત રાખી હતી. આરોપી હાલમાં જેલમાં સજા ભોગવી રહ્યો છે. આરોપીએ જેલમાં 15 વર્ષથી વધુનો સમય ગાળો પસાર કર્યો છે. ત્યારે રાજ્ય સરકારની પોલિસી મુજબ તેણે ગુજરાત હાઇકોર્ટમાં બાકીની સજા માફ કરવા અરજી કરી હતી. કેસને વિગતે જોતા આરોપી તેની પત્ની ઉપર શંકા રાખતો હતો અને તેની સાથે ઝઘડા કરતો હતો. તે તેની પત્નીને પાણી ભરવા કે કપડાં ધોવા પણ બહાર જવા દેતો નહતો. જો તેની પત્ની બહાર જાય તો તેની ઉપર શંકા કરીને અવારનવાર ઝઘડા કરતો. આમ પતિ ઝઘડાખોર સ્વભાવનો હતો. વર્ષ 2006 માં એક દિવસે ઘરના રસોડામાં આરોપીએ તેની 20 વર્ષીય પત્ની ઉપર કેરોસીન નાખીને તેને જીવથી સળગાવી નાખી હતી. મૃતકને બચાવવા પડોશીઓએ આવીને તેની પર પાણી નાખ્યું હતું. તેમજ ધાબળો નાખીને આગ બુઝાવી હતી. પરંતુ આ દુર્ઘટનામાં 20 વર્ષની પરણીતા 90% દાઝી ગઈ હતી. આથી તેના જેઠ તેને વડોદરાની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેણીએ મૃત્યુ પામતા પહેલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું. જેના આધારે પતિને આજીવન કરાવવાથી સજા ફટકારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં પ્રાઇમસ ફાટવાથી અકસ્માત થયો હોવાનું ખપાવવાની કોશિશ કરવામાં આવી હતી. જો કે પ્રાઇમસ બંધ હાલતમાં હતો. કોટી નોંધ્યું હતું કે મૃતકના લગ્ન બાહ્ય સંબંધો ક્યાંય સાબિત થતા નથી. જ્યારે આ ઘટના બની ત્યારે તેના ઘરમાં કોઈ નહોતું. મૃતકના સાસુ પણ બહાર ગયા હતા. શંકાશીલ પતિએ ઘરની બાજુમાં લાકડા અને છાણા રાખવાની જગ્યાએથી કેરોસીન લઈને પત્નીને સળગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે મૃતકે મૃત્યુ પહેલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ત્રણ નિવેદન આપ્યા હતા. જે ક્રમબદ્ધ અને સુસંગત હતા. કોર્ટ તેને બાયપાસ કરી શકે નહિ. વળી આરોપી પાસેથી કેરોસીન પણ મળ્યું હતું. જ્યારે ઘટના સ્થળેથી પણ બળેલી ચામડી માચીસ બળેલા કપડાં વગેરે મળી આવ્યા હતા. કોટી પોતાના હુકમમાં મહત્વનું અવલોકન નોંધ્યું હતું કે પીડિતાએ બળવાથી થયેલી અસહનીય યાતના ભોગવી હશે. પત્ની પર શંકા રાખવી તેને હિંસાની ઉશ્કેરણીનું કારણ ગણી શકાય નહીં. પત્નીના ચારિત્ર ઉપર શંકા રાખવી તે હિંસાનું લાઇસન્સ નથી. તેનો જીવ જોખમમાં મૂકી શકાય નહીં. આમ કોટે અરજદારની અરજી નકારી નાખી હતી.
http://dlvr.it/T4qW8F
http://dlvr.it/T4qW8F
Comments
Post a Comment