Skip to main content

હાઇકોર્ટે આરોપીઓને શરતી જામીન આપ્યા:સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણ વિસ્તારમાં કૂવો ખોદવા ગયેલા મજૂરોમાંથી 3ના ઝેરી ગેસથી થયા હતા મોત

સુરેન્દ્રનગરના મુળી પોલીસ મથકે સત્યવીર કરપડા અને રણજીત ડાંગર સામે IPC 304 અને 314 મુજબ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે બંને આરોપીઓએ સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને નામંજૂર કરાતા એડવોકેટ આશિષ ડગલી મારફતે અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જજ એમ.આર. મેંગડેની કોર્ટમાં રજૂ થઈ હતી. ગુજરાત હાઇકોર્ટે આરોપીઓને શરતી જામીન આપ્યા હતા. ત્રણ મજૂરો મૃત્યુ પામ્યા હતા
કેસને વિગતે જોતા સુરેન્દ્રનગરના દેવપરા ગામની સીમમાં આવેલી કોલસાની ખાણમાં પુરાયેલા કૂવાને ખોદવા માટે આરોપીઓએ મજૂરોને બોલાવ્યા હતા. જેમને કોઈપણ જાતના સલામતીના સાધનો કે ઓક્સિજન માસ્ક આપ્યા વગર કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન જ્યારે ગેસ લીક થવાથી મજૂરોને ગૂંગળામણ થઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. જેમને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણ મજૂરો મૃત્યુ પામ્યા હતા. કોર્ટે આરોપીઓને શરતી જામીન આપ્યા
આથી 28 વર્ષીય બંને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપીની ધરપકડ બાદ તેઓ ફેબ્રુઆરી, 2024થી જેલમાં છે. ગુજરાત હાઇકોર્ટે આરોપીઓને 10 હજારના પર્સનલ બોન્ડ, ભારત નહીં છોડવા, પાસપોર્ટ જમા કરાવવા જેવી શરતો સાથે જામીન આપ્યા હતા.


http://dlvr.it/T4lmZx

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n