નવસારી જિલ્લામાં પણ હજુ બોર્ડની પરીક્ષા પૂર્ણ થવાના આરે છે. ત્યારે ઉત્તરવહી તપાસણી માટે શિક્ષકો પરીક્ષા પૂર્ણ થાય તરત જ જવાનું હોય અને ત્યાંતો ચૂંટણી શાખા દ્વારા ચૂંટણી તાલીમનાં ઓર્ડર આવતા શિક્ષકોએ બેથી ત્રણ મોરચે લડવું પડશે અને વેકેશન બગડે તેવા માહોલ ઊભા થતા છૂપો આક્રોશ છવાયો છે. નવસારી જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં પૂર્ણ થયા બાદ પેપર તપાસવાની કામગીરી માટે શિક્ષકો જનાર છે. ત્યારે ઉત્તરવહી તપાસ અને ચૂંટણીની તાલીમ એક સાથે આવતા શિક્ષકોમાં આ બાબતે આક્રોશ છે. નવસારીની એક શાળાનાં આચાર્યએ જણાવ્યું કે, બોર્ડની પરીક્ષાનું એક પેપર બાકી રહ્યું છે. ત્યાર બાદ અમુક શિક્ષકો ઉત્તરવહી તપાસવા જનાર છે. તે પહેલાં લોક સભાની ચૂંટણી તાલીમ બાબતેના ઓર્ડર આવ્યા છે. જે શિક્ષકો હાલ પેપર તપાસી રહ્યા છે કે ઓછા પેપર તપાસવા જનાર છે. તે શિક્ષકોને જે દિવસે ચૂંટણીની તાલીમનો ઓર્ડર છે. તે દિવસે તાલીમ પૂર્ણ કરીને ફરીથી પેપર તપાસવાની કામગીરી કરવી પડશે. ઉપરાંત અન્ય શિક્ષકોના ગુજકેટ કે અન્ય પરીક્ષામાં બ્લોક સુપર વાઈઝર કે ખંડ નિરીક્ષક તરીકેનો ઓર્ડર થયા છે તે કામગીરી પૂરી કરી પેપર તપાસવા જવું પડશે. જેને કારણે શિક્ષકોમાં બેવડી કામગીરીથી આક્રોશ છે. હાલમાં ચૂંટણીને કારણે બોર્ડના છાત્રોનું પરિણામ ત્રણ સપ્તાહમાં જાહેર કરવાનું હોય શિક્ષકો હાલ ત્રણ મોરચે લડશે તેવી પરિસ્થિત ઊભી થઈ છે.
http://dlvr.it/T4YnN4
http://dlvr.it/T4YnN4
Comments
Post a Comment