મહેસાણામાં બી.કે. પમ્પિંગ સ્ટેશન આગળ 12 ફૂટ ઊંડાઇએ તૂટી ગયેલ કુંડીના કારણે ગટરના પાણી પમ્પિંગથી નિકાલ ન થતાં બેક મારતા હતા. જ્યારે નજીકમાં જ મેઇન રાઇઝીંગ પાઇપલાઇન ડેમેજ થતાં પમ્પિંગ સ્ટેશનથી આગળ પાણી નિકાલ અવરોધાયો હતો.જેના કારણે ટી.બી રોડ વિસ્તારમાં હોળીના તહેવારના દિવસોમાં ઠેરઠેર ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઇ હતી.જોકે આ દરમ્યાન જ પાલિકાની ટીમ દ્વારા મરામત કામગીરી શરૂ કરાઇ હતી અને 35 કલાકની જહેમતના અંતે મરામત પછી મંગળવારે ભૂગર્ભ ગટરના પાણીનો રાબેતામુજબ નિકાલ થવા લાગતાં સમસ્યા હળવી થઇ હતી. બી.કે રોડ પમ્પિંગ સ્ટેશન આગળ 12 ફૂટ ઊંડાઇએ આવેલ કુંડી તૂટી જતાં તેનું પ્લાસ્ટર વગરે કુંડીમાં પડતાં લાઇન ચોકઅપ થઇ ગઇ હતી.જેસીબીથી ખોદકામ કરીને તૂટેલી કુંડીનો કચરો જેસીબીથી ઉલેચી બહાર કાઢી લાઇન ચાલુ કરી કુંડીની નવી દિવાલ બનાવાઇ છે.
http://dlvr.it/T4gDN8
http://dlvr.it/T4gDN8
Comments
Post a Comment