હિંમતનગરના મોતીપુરાથી સહકારીજીન રોડ તરફના એસએસ મહેતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાસેના સર્વિસ રોડ પર લારી ગલ્લાંઓના દબાણ અને વાહનોના પાર્કિંગ માથાના દુખાવા સમાન બની ગયો છે.આ રોડ પર કેટલાય કોમ્પલેક્ષો અને હોસ્પિટલો આવેલી છે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહે છે ત્યારે આ સર્વિસ રોડ પર લોકો વાહનો પાર્ક કરે છે ઉપરાંત કેટલાક સ્ટોલ પણ લાગી જાય છે જેને લઇ આ સર્વિસ રોડ બ્લોક થઈ ગયો છે. ઉપરાંત નેશનલ હાઇવે નંબર 8 પર વાહન પાર્ક કરવા લાગ્યા છે તો બીજી તરફ ખાણીપીણીની લારીઓ વાળા હાઇવે પર જ સ્ટોલ ખોલીને ઉભા રહી ગયા છે જે અકસ્માતના બનાવને આહવાન આપી રહ્યું હોય તેમ છે. તંત્ર દ્વારા આ બાબતને ધ્યાને રાખી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં લાગણી પ્રવર્તી છે. સમસ્યા |લોકોએ રસ્તા વચ્ચે ગેરકાયદેસર લારી ગલ્લાંઓના દબાણ કરતાં હાલાકી
http://dlvr.it/T4mQkg
http://dlvr.it/T4mQkg
Comments
Post a Comment