Skip to main content

રોકડ ભરેલા પર્સની ઉઠાંતરી, CCTV:ભરૂચના મેડીકલ સ્ટોર્સ પર ગઠિયો 5 હજારની રોકડ સાથેનું પર્સ ઉઠાવી ગયો, પોલીસે શોધખોળ હાથ ધરી

પાલેજના એક મેડિકલ સ્ટોર પરથી દુકાનદાર અને ગ્રાહકોની આંખો સામેથી આસાનીથી ચોરી કરી યુવક ફરાર થઈ જતાં સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગયો છે. ત્યારે ભરૂચ જીલ્લામાં ધોળા દિવસે વધતી ચોરીની ઘટનાઓના ડામવા પોલીસ દ્વારા કડક કામગીરી કરાય તેવી માગ ઉઠી છે. એક ઈસમે દુકાનદારને ચકમો આપી પાકીટ ઉઠાવ્યું
ભરૂચ જિલ્લામાં લોકોની નજર ચૂકવી કિંમતી માલ સમાનની ઉઠાંતરી કરતી ટોળકી સક્રિય બની છે.આ ટોળકી અનેક શહેરમાં માલ સામાનની ઉઠાંતરી કરતી હોવાની બુમો ઉઠી છે. ત્યારે આવી જ એક ઘટના ભરૂચના પાલેજ ખાતે બનવા પામી છે.પાલેજ ખાતે ભટ્ટ બજારમાં આવેલી પારસ મેડિકલ સ્ટોર પર એક વૃદ્ધ પોતાનું પાકીટ કાઉન્ટર ટેબલ પાસે મૂકીને કામ અર્થે બહાર ગયો હતો તે દરમિયાન એક ઈસમ પોતાના હાથમાં પેપર લઈ આવીને દુકાનદારને ચકમો આપી પેપર પર્સ ઉપર મૂકી નીચેથી પાકીટ લઈ રફુચક્કર થઈ ગયો હતો. પાલેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ત્યારબાદ વૃદ્ધ ફરી દુકાનદાર પાસે આવી તેના પાકીટ બાબતે પૂછતા તે ત્યાં નહિ બંને ચોકી ઉઠ્યા હતાં. જોકે દુકાનદારે અંદર રહેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી હતી.જેમાં આ સમગ્ર ઘટનામાં વૃદ્ધે પાકીટમાં રહેલા રૂ.5000 રોકડ અને એક મોબાઇલ ગુમાવ્યો હતો.આ મામલે વૃદ્ધ ઈસમે પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ હાથ ધરી છે.ત્યારે ભરૂચ જિલ્લામાં સક્રિય બનેલી ટોળકીને વહેલી તકે ઝડપી પાડે તેવી માગ ઉઠી છે.


http://dlvr.it/T4rPj2

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6