થર્મોકોલથી શિવાજીની પ્રતિમા બનાવાઈ:વડોદરામાં આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે સાંજે 6 વાગ્યે કાલુપુરથી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાશે
વડોદરા શહેરમાં આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્યાતિભવ્ય રીતે 28 માર્ચે ઉજવણી કરતા ‘મરાઠા પુત્ર’ શ્રી સાંઇ પરિવાર ટ્રસ્ટ દ્વારા આજે સાંજે 6 વાગ્યે કાલુપુરથી શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. કાલુપુર વિસ્તારને શણગારાયો
‘મરાઠા પુત્ર’ શ્રી સાંઇ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પવારે માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી માટે ટ્રસ્ટના કાર્યકરો તેમજ સ્થાનિક લોકો તડામાર તૈયારીઓ શરૂ કરે છે. કાલુપુર વિસ્તારમાં પોતાના ઘરમાં શુભ પ્રસંગ હોય તે રીતે શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરે છે. પરિવારજનો દ્વારા પોતાના મકાનોને રંગબેરંગી રોશની અને ધજા-પતાકા સાથે શણગારે છે. એ તો ઠીક કાલુપુર વિસ્તાર પણ કેસરી ધજાપતાકાથી શણગારી દેવામાં આવ્યો છે. શોભાયાત્રાનો રૂટ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા આજે સાંજે 6 વાગ્યે શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્ર કાલુપુરથી નિકળશે અને યેવલેનો ખાંચો, નવબજાર મેઈન રોડ, ચાંપાનેર દરવાજા, એમ.જી. રોડ, ન્યાય મંદિર, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ થઈ પરત યેવેલના ખાંચામાં સમાપન થશે. ડિજે, બેન્ડવાજા, ઢોલ-નગારા સાથે નીકળનારી આ શોભાયાત્રામાં બાળકો તેમજ મહિલા-પુરૂષો વિવિધ વેશભૂષામાં જોડાશે જે શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર રહેશે. આચારસંહિતાનો અમલ
પ્રમુખ રાજુભાઈ પવારે વધુમાં ઉમેર્યું હતું કે, હાલમાં લોકસભાની ચૂંટણીની આચરાસંહિતા હોવાના કારણે આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. શોભાયાત્રામાં કાર્યકરો કેસરી સાફા ધારણ કરીને જોડાશે. વાજતે-ગાજતે નીકળનાર શોભાયાત્રામાં જોડાનાર લોકો માટે પાણી સહિતની સુવિધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્ત સાથે શોભાયાત્રા નિકળશે
આજે શહેરના કાલુપુર ખાતેથી સાંજે 6 વાગ્યે યોજાનાર શોભાયાત્રાને પગલે શહેર પોલીસ તંત્ર દ્વારા શોભાયાત્રાના રૂટ ઉપર જડબેસલાક પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને શોભાયાત્રાના રૂટ ઉપર આવતા સંવેદનશીલ ચાંપાનેર રોડ વિશેષ પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. આગવું આકર્ષણ
પ્રમુખે જણાવ્યું હતું કે, વડોદરાના મૂર્તિકાર અનિકેત મિસ્ત્રીએ થર્મોકોલમાંથી છત્રપતિ શિવાજી મહારાજની અર્ધ પ્રતિમા બનાવી છે. જે પ્રતિમા ભવ્ય શોભાયાત્રાનું આગવું આકર્ષણ રહેશે.
http://dlvr.it/T4k9K7

Comments
Post a Comment