Skip to main content

ગુજરાત પોલીસ જાસૂસી કાંડ:વડોદરાના નામચીન બુટલેગરને પોલીસે સંઘ પ્રદેશ દમણના એક બારમાંથી દબોચી લીધો

લોકસભાની સભાની સામાન્ય ચૂંટણી પહેલા જિલ્લામાં વોન્ટેડ અને અસામાજિક ઈસમોને ઝડપી પાડવાની ઝુંબેશ પોલીસે હાથ ધરી છે. જે દરમિયાન SMCના સભ્યોને ભરૂચ પોલીસની જાસૂસી કાંડમાં સંડોવાયેલા વડોદરાનો બુટલેગર પરેશ ઉર્ફે ચકો વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના એક બારમાં આવવાનો હોવાની બાતમી મળી હતી. જે આધારે SMCના પોલીસ જવાનોએ દમણના બાતમીવાળા એક બારમાં વોચ ગોઠવી હતી. ત્યારે પરેશ બારમાં આવતા SMCના પોલીસ જવાનોએ પરેશ ઉર્ફે ચકાને ઝડપી પાડ્યો હતો. SMCના સભ્યોએ દમણથી ભરૂચ LCBની ટીમને કબ્જો સોંપી આગળની તપાસ ભરૂચ LCBની ટીમ કરી રહી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ કરવામાં આવી છે. ગુજરાત તથા આંતરરાજ્યોના પોલીસ મથકોમાં વોન્ટેડ આરોપીઓ ઝડપી પાડવા માટે વિવિધ જિલ્લાઓની ટીમ કામગીરી કરી રહી છે. પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય, આર.બી.બ્રહ્મભટ્ટની સ્ટેટ મોનીટરીંગ સેલની સુચના આધારે SP નિર્લિપ્ત રાયના સીધા સુપરવિઝન હેઠળ DYSP કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ ટીમ વોન્ટેડ આરોપીઓ પકડવા સક્રિય થઈ હતી. જે દરમિયાન SMCના પોલીસ જવાનોને મળેલી બાતમીના આધારે ભરૂચ પોલીસની જાસૂસી કાંડના સંડોવાયેલા આરોપી અને બરોડાનો બુટલેગર પરેશ ઉર્ફે ચકો દમણના એક બારમાં આવવાનો હોવાની બાતમી SMCની પેટ્રોલિંગ કરતી ટીમને મળી હતી. SMCની ટીમે બાતમીવાળા દમણના બારમાં વોન્ટેડ આરોપી પરેશની વોચ ગોઠવી હતી. જે દરમિયાન પરેશને અટકાવી પ્રાથમિક પૂછપરછ કરતા પોલીસ જાસૂસી કાંડમાં પોલીસ ધરપકડથી બચવા દમણમાં છુપાઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. SMCની ટીમે પરેશ ઉર્ફે ચકાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસ જાસૂસી કાંડ
વર્ષ 2023 માં ભરૂચ જિલ્લાની LCBના 2 પોલીસ કર્મચારીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકી દ્રારા સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ અધિકારી કર્મચારીઓના ગેરકાયદેસર રીતે લોકેશનો લઈને દારૂની ગેરકાયદેસર લાઈન ચલાવનાર બુટલેગર પરેશ ઉર્ફે ચકો શનાભાઈ ચૌહાણ અને નયન ઉર્ફે બોબડો કાયસ્થને લોકેશન આપતા હતાં. જેઓએ બન્ને બુટલેગરોને SMC ના અધિકારીઓ સહિત અન્યના 2891 વખત લોકેશન શેર કર્યા હતા. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે LCB ના બન્ને કોન્સ્ટેબલ સાથે નામચીન બોબડો અને ચકા સામે આ ગંભીર કેસમાં ગુનો દાખલ થયો હતો. ગુજરાત પોલીસ જાસૂસીકાંડમાં ભરૂચનો બુટલેગર ફેબ્રુઆરીમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આવતા ભરૂચ પોલીસે તેનો કબજો મેળવી રિમાન્ડ મેળવા હતા. હાલ નયન બોબડો જેલમાં છે. બુટલેગરો માટે પોલીસ દ્વારા જ પોલીસના લોકેશન શેર કરવાના ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ વડોદરાના પરેશ ઉર્ફે ચકાને દમણના મયુર બિયર બારમાંથી શુક્રવારે મધરાતે સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી લીધો છે. બુટલેગર પરેશ ઉર્ફે ચકા વિરૂધ્ધ ગુજરાત રાજ્યમાં પ્રોહીબીશન ધારા હેઠળના 27 થી વધુ ગુનાઓ નોંધાયેલ છે. જે પૈકી 6 ગુનાઓમાં તે છેલ્લા 2 વર્ષથી વોન્ટેડ હતો.


http://dlvr.it/T4sDYn

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6